દિલ્હીના ભજનપુરામાં નિર્માણાધીન ઈમારત ધરાશાઇ, 4 વિદ્યાર્થી સહિત 5ના મોત

News18 Gujarati
Updated: January 25, 2020, 8:32 PM IST
દિલ્હીના ભજનપુરામાં નિર્માણાધીન ઈમારત ધરાશાઇ, 4 વિદ્યાર્થી સહિત 5ના મોત
દિલ્હીના ભજનપુરામાં નિર્માણાધીન ઈમારત ધરાશાઇ, 3 વિદ્યાર્થી સહિત 4ના મોત

ઇજાગ્રસ્તોમાં બિલ્ડિંગના માલિક અને કોચિંગ સેન્ટર ચલાવનાર પણ સામેલ છે

  • Share this:
નવી દિલ્હી : ઇસ્ટ દિલ્હીના ભજનપુરામાં વિસ્તારમાં શનિવારે એક નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાઈ થતા 4 વિદ્યાર્થીઓ સહિત 5 લોકોના મોત થયા છે. આ બિલ્ડિંગની અંદર કોચિંગ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. બિલ્ડિંગ તે સમયે ધરાશાયી થઈ જ્યારે ત્યાં વિદ્યાર્થીઓ હાજર હતા. આ ઘટનામાં કેટલાક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને રેસ્ક્યુની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ભજનપુરા દુર્ઘટનામાં મૃતકાનો નામ
1- 6 વર્ષીય ફરહા

2- 14 વર્ષીય દેશુ
3- 12 વર્ષીય કૃષ્ણા
4- 37 વર્ષીય ઉમેશ (શિક્ષક)બતાવવામાં આવી રહ્યું છે કે જે સમય આ દુર્ઘટના બની ત્યારે ત્યાં ઘણા છાત્ર હાજર હતા. જેના કારણે અફરાતફરીનો માહોલ બની ગયો હતો.

આ પણ વાંચો - Rising UP: મુલાયમની નાની વહુ અર્પણાએ કહ્યું - CAA અને PM મોદીને મારું પુરુ સમર્થન

મળેલી જાણકારી પ્રમાણે આ ઘટના લગભગ 4.30 કલાકની આસપાસની છે. ફાયર બિગ્રેડના મતે પહેલા 4 ફાયરની ગાડી ઘટનાસ્થળે હતી. જોકે જ્યારે જાણ થઈ કે બે માળ પડ્યા છે તો ગાડીઓની સંખ્યા વધારીને 7 કરવામાં આવી હતી.

ઘટનામાં કુલ 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં બિલ્ડિંગના માલિક અને કોચિંગ સેન્ટર ચલાવનાર પણ સામેલ છે. એમ્બ્યુલન્સ પણ અંદર જઈ શકી ન હતી કારણ કે ગલી ઘણી સાંકળી હતી. હવે કોઈ અંદર ફસાયું નથી. જે બિલ્ડિંગમાં ઘટના બની તે ચાર માળની હતી. ઉપરના બે માળ પડ્યા હતા. નીચેના માળ પર લોકો રહેતા હતા. સાંકળી ગલીના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં સમય લાગ્યો હતો.
First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading