Home /News /national-international /'આટલી પાતળી છે તો રાઈફલ કેવી રીતે સંભાળે છે', મહિલા પોલીસની છેડતી બાદ રોમિયોને પડ્યો મેથીપાક

'આટલી પાતળી છે તો રાઈફલ કેવી રીતે સંભાળે છે', મહિલા પોલીસની છેડતી બાદ રોમિયોને પડ્યો મેથીપાક

પ્રતિકાત્મક તસવીર

પોલીસ ફોર્સ આવતા જ રોમિયો મહિલા સિપાઈને ધક્કો મારીને ભાગી ગયો હતો. ધક્કા મુક્કીમાં યુવકનો મોબાઈલ ત્યાં જ પડી ગયો હતો.

બરેલીઃ ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) મહિલાની છેડતીના (woman molestation) મામલાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ગલી મહોલ્લામાં છેડછાડ કરનાર રોમિયોનું સાહસ એટલું વધી ગયું છે કે વર્દી પહેરેલી મહિલા સિપાઈની (female molstation) છેડતી કરતા અચકાતા નથી. આવી જ એક ઘટના બરેલીના ફરીદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. જ્યાં ગલીમાંથી પસાર થતી મહિલા પોલીસને જોઈને રોડ રોમિયોએ કોમેન્ટ પાસ કરી હતી અને છેડતિ કરી હતી.

રોમિયોએ મહિલા સિપાઈને છેડતી કરતા કહ્યું હતું કે તું આટલી પાતળી છે તો રાઇફલ કેવી રીતે સંભાળે છે. આ ભદ્દા કમેન્ટ બાદ મહિલા સિપાહીએ તેનો કોલર પકડીને ખેંચ્યો હતો. ત્યારબાદ જમકર પીટાઈ કરી હતી. આસપાના લોકો આ ઘટનાનો તમાશો જોઈ રહ્યા હતા.

ધોલાઈ બાદ મહિલા સિપાઈએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો અને ફોર્સ બોલાવી હતી. પોલીસ ફોર્સ આવતા જ રોમિયો મહિલા સિપાઈને ધક્કો મારીને ભાગી ગયો હતો. ધક્કા મુક્કીમાં યુવકનો મોબાઈલ ત્યાં જ પડી ગયો હતો.

આ પણ વાંચોઃ- રાજકોટઃ બે અકસ્માતમાં યુવક-યુવતીના ઘટના સ્થળે મોત, HDFC બેન્કમાં પોર્ટફોલિયો મેનેજર યુવતીનું કરુણ મોત

આ પણ વાંચોઃ- દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર One Time Chargeમાં 200 કિમી ચાલશે, બુકિંગ શરૂ

મહિલા સિપાહીનું કહેવું છે કે રોમિયા છાસવારે આવતી જતી યુવતીઓની છેડતી કરતો હતો અને તેના ઉપર કોમેન્ટ પાસ કરતો હતો. આજે મારા હાથે ચડ્યો તો તેને બરોબરનો પાઠ ભણાવ્યો હતો.

આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર

ઉલ્લેખનીય છે કે ફરીદપુરના મોહલ્લા સાહૂકારમાં આવતી જતી યુવતીઓ સાથે છેડતીની ખબર પોલીસને મળી હતી. આ અંતર્ગત જ મિશન શક્તિ અભિયાન ચલાવ્યું હતું. મિશન શક્તિ અંતર્ગત મહિલા સિપાહી રોમિયોને પકડવામાં લાગી હતી.
" isDesktop="true" id="1075254" >



મહિલાોની છેડતીની ખબર પર જ્યારે મહિલા સિપાહી ગલીમાંથી નીકળી તો રોમિયોએ તેના ઉપર પણ ટિપ્પણી કરી હતી. પોલીસે જણાવ્યું કે આવી રોડછાપ રોમિયોની ધરપકડ આગળ પણ ચાલું રહેશે.
First published:

Tags: Crime news, Molestation, ઉત્તર પ્રદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો