હેવાનીયતની હદ! કોરન્ટાઈન સેન્ટરમાંથી ફરાર થઈ યુવતી સાથે ગેંગરેપ, Video પણ બનાવ્યો

પ્રતીકાત્મક તસવીર

કોરન્ટાઈન સેન્ટરમાંથી ભાગી ગામની એક યુવતી સાથે ગેંગરેપ કર્યો. આરોપ છે કે, આમાં ગામના અન્ય ચાર યુવકોએ પણ તેમની મદદ કરી

 • Share this:
  રોહતાસ : લોકડાઉન દરમિયાન બિહારના રોહતાસ જિલ્લામાં યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. રેપનો આરોપ કોરન્ટાઈન કરવામાં આવેલા બે શ્રમિકો પર લગાવવામાં આવ્યો છે. આ ઘટના અહીંના દાવથ પોલીસ સ્ટેશનના જોગની ગામની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે પ્રવાસીઓેએ કોરન્ટાઈન સેન્ટરમાંથી ભાગી ગામની એક યુવતી સાથે ગેંગરેપ કર્યો. આરોપ છે કે, આમાં ગામના અન્ય ચાર યુવકોએ પણ તેમની મદદ કરી.

  આરોપીઓએ ગેંગરેપ દરમિયાન પીડિત યુવતીનો વીડિયો પણ બનાવ્યો. ઘટનાની સૂચના મળતા જ પોલીસે તુરંત કાર્યવાહી કરી બંને શ્રમિકોની ધરપકડ કરી લીધી છે. તો આ બાજુ પીડિતાની મેડિકલ તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે.

  ઘટના મામલે બતાવવામાં આવી રહ્યું છે કે, દાવથના જોગનીમાં જગનારાયણ સિંહ ઉચ્ચ વિદ્યાલયમાં પ્રવાસી શ્રમિકને કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સેન્ટરમાં રાખવામાં આવેલા બે હવસખોર ફરાર થઈ ગયા અને તેમણે આ ઘટનાને અંજામ આપ્યો. આ સંબંધમાં યુવતીએ ફરિયાદ નોંધાવી છે. આ અનુસાર, તે ખેતરમાં શૌચ માટે ગઈ હતી. ત્યારે કોરન્ટાઈન કરવામાં આવેલા ચંચલ યાદવ અને સુરેશ યાદવ ત્યાં આવ્યા અને તેમણે તેને પકડી લીધી અને ત્યારબાદ ગેંગરેપ કર્યો. આરોપ એ પણ છે કે, આરોપીઓએ આ દરમિયાન ફોન કરી પોતાના ચાર અન્ય સાથીઓને પણ બોલાવ્યા. ગેંગરેપ દરમિયાન આરોપીઓએ મોબાઈલમાં પીડિતાનો વીડિયો પણ બનાવ્યો અને ફોટા પણ પાડ્યા.

  ગેંગરેપના બંને આરોપીઓની ધરપકડ

  આ મામલો સામે આવ્યા બાદ પોલીસે તત્કાલીન કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી. સાથે અન્ય ચાર લોકોની ધરપકડ કરવા તપાસ ચાલી રહી છે. આ મામલે વિક્રમગંજના ડીએસપી રાજ કુમારે કહ્યું કે, પોલીસે તપાસ શરૂ કરી દીધી છે, અને મુખ્ય આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે, જ્યારે ફરાર અન્ય આરોપીઓ પણ ટુંક સમયમાં જેલના સળીયા પાછળ હશે.

  ગામમાં કોરન્ટાઈન સેન્ટરમાંથી ફરાર થઈ ગામની 19 વર્ષિય યુવતી સાથે આ પ્રકારની હેવાનીયતથી ગામમાં તણાવનો માહોલ છે. બતાવવામાં આવી રહ્યું છે કે, જે સમયે આ ઘટના બની ત્યારે યુવતી એકલી શોચમાટે ખેતર તરફ ગઈ ગતી.
  Published by:kiran mehta
  First published: