રોહતક: ફેસબુકમાં એક યુવતીથી પ્રેમ કરવો સગીર યુવકને પડ્યો ભારે. આ યુવતીએ જ્યારે તેનાથી લગ્નનો પ્રસ્તાવ કર્યો તો તેણે આ પ્રસ્તાવ ફગાવ્યો. અને હવે આ યુવતીએ તેને કાનૂની નોટિસ મોકલીને 15 દિવસમાં લગ્ન કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. અને જો તે આવું નથી કરતો તો પછી તેને પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે રોહતકની એક યુવતીએ ફેસબુકના માધ્યમથી કૈથલ જિલ્લાના એક યુવક સાથે ઓળખાણ વધારી હતી. તે પછી બંનેની મુલાકાત વધવા લાગી. આરોપ છે કે પ્રેમીએ પ્રેમીકાને તેના પરિવારજનોથી પણ મેળવ્યા હતા અને વાત લગ્ન સુધી પણ પહોંચી હતી. યુવતીનો આરોપ છે કે લગ્નનો વાયદો આપીને સગીર પ્રેમીએ તેની સાથે અનેક વાર શારિરીક સંબંધ પણ બનાવ્યો છે. અને હવે લગ્ન કરવાની ના પાડે છે.
આરોપ છે કે પ્રેમીએ તેને ધમકી પણ આપી છે કે તે યુવતીના અશ્લીલ ફોટો અને વીડિયો જે તેની પાસે છે તે પણ ઇન્ટરનેટ પર નાંખી દેશો જો તેણે આ મામલે ફરિયાદ કરી તો. આ વિવાદ વધતા હવે યુવતીએ વકીલના માધ્યમથી સગીર પ્રેમીને કાનૂની નોટિસ મોકલી છે. અને યુવતીએ તે પણ ચેતવણી આપી છે કે 15 દિવસમાં લગ્ન કરે.
નોટિસમાં યુવતીએ લખ્યું છે કે જો તે આવું નહીં કરે તો તેની વિરુદ્ધ તે લગ્નનો વાયદો આપી દુષ્કર્મ કરવા તથા અશ્લીલ ફોટો અને વીડિયો બનાવાની તથા જીવથી મારી નાંખવાની ધમકી આપવાના આરોપ સાથે કેસ દાખલ કરશે. આરોપ પક્ષની તરફથી આ નોટિસના મામલે કોઇ જવાબ નથી આપ્યો.
" isDesktop="true" id="1035689" >
ઉલ્લેખનીય છે કે ફેસબુકમાં આવું પહેલું વાર બન્યું નથી આ પહેલા પણ આ રીતના કેસ સામે આવ્યા છે જ્યાં લોકો ફેસબુકના માધ્યથી મળ્યા હોય. જો કે સોશિયલ મીડિયાના માધ્યથી લોકો મળે છે. પણ આ જ સોશિયલ મીડિયા અનેક વાર ક્રાઇમની ઘટનાઓમાં પણ મદદરૂપ સાબિત થાય છે. ત્યારે હાલ તો આ કિસ્સો રોહતકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર