હરિયાણામાં ભૂકંપ, દિલ્હીની બહારના વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા

હરિયાણામાં ભૂકંપ

ભૂકંપના આ આંચકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

 • Share this:
  દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં સતત ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાઇ રહ્યા છે. હવે ભૂકંપના આંચકા હરિયાણા અને દિલ્હીના બહારના વિસ્તારોમાં પણ અનુભવાયા છે. જાણકારી મુજબ આ ભૂકંપનું કેન્દ્ર રોહતક હતું. અને બપોરે 3:32 આ ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 માપવામાં આવી હતી. અને તે દસ કિ.મી. અંદરની આવ્યા હતા. જો કે આ દરમિયાન કોઇ જાન-માલનું મોટું નુક્શાન થવાની સૂચના નથી. પણ આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવ્યા હતા. અને સાથે જ ભૂકંપના કારણે લોકોના મનમાં ડર પણ ઊભો થયો હતો.

  ભૂકંપના આ આંચકાના કારણે લોકો ઘરની બહાર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં સતત ભૂકંપના આંચકા અનુભવવામાં આવી રહ્યા છે. જેને લઇને વૈજ્ઞાનિકો પણ ચિંતત છે. જાણકારી મુજબ હરિયાણામાં આ ત્રીજી વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર રોહતકની પાસે હતું. નેશનલ સેન્ટર ફોર સેસ્મોલોજી મુજબ, બુધવારે બપોરે 12:5, 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગુરુવારે ફરી હરિયાણાના રોહતકથી 15 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

  વધુ વાંચો : CBSE તરફથી બોર્ડ પરીક્ષાને લઈને નોટિફિકેશન જાહેર, જાણો નવું અપડેટ

  દિલ્હીમાં પણ સતત ભૂકંપના આંચકા લોકો અનુભવી રહ્યા છે. થોડા સમય પહેલા ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા. જેમાં રાજકોટ, પાટણ અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકડાઉન પછી દિલ્હીમાં 3.5ની તીવ્રતાથી લઇને 2.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે. જેણે સામાન્ય લોકોની ચિંતા વધારી છે.

  10 મેના રોજ પણ દિલ્હીમાં વરસાદ પછી ભૂકંપ હળવા આંચકા અનુભવાયા હતા. દિલ્હીમાં લોકડાઉન વખતે આવા અનેક હળવા આંચકાએ દિલ્હીવાસીની ચિંતામાં વધારો કર્યો છે.
  Published by:Chaitali Shukla
  First published: