બહાદુરગ : હરિયાણામાં બહાદુરગઢ કિલ્લા મહોલ્લાના નિવાસી વિજય શર્માના પૌત્ર કુણાલ શર્માને 26મેના રોજ દિલ્હીની એક હોસ્પિટલમાં ડોકટરોએ મૃત જાહેર કર્યો હતો. આટલું જ નહીં, બાળક મરી ગયું હોવાનું કહીને, તેને પેક કરીને પરિવારના સભ્યોને સોંપી દેવામાં આવ્યો, પરંતુ એક ચમત્કાર થયો. ઘરે ગયા પછી, તે બાળક ફરીથી જીવતો થઈ ગયો. હવે બાળક રોહતકની ખાનગી હોસ્પિટલથી તેના ઘરે પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે માતપિતા ચારે બાજુથી નિરાશ થઈ બાળકને લઈ બહાદુરગઢ પોતાના ઘરે પહોંચ્યા હતા, ત્યારે માતા જાન્હવી અને બાળકની તાઈ અન્નુએ તેને ફરીવાર રડતાં-રડતા હલાવી ઉઠાડવાનો પ્રયત્ન કર્યો અને પ્રેમથી તેને બોલાવ્યો. મા વારંવાર તેને પ્રેમથી ઉઠાડતી રહી. થોડા જ સમયમાં બાળકનો શ્વાસ ફરી ચાલવા લાગ્યો.
બાળકના પિતા કુણાલને લઈ પોતાના સાળાના ઘરે પહોંચ્યા અને ત્યાં જ તેના અંતિમ સંસ્કાર કરવાની તૈયારી ચાલી રહી હતી, પરંતુ દાદીએ જીદ કરતા કહ્યું કે, તેમણે તેના પૌત્રનો અંતિમ ચહેરો જોવો છે અને તેને વતનમાં ઘરે લાવવામાં આવે. તો કુણાલના પિતા બાળકની ડેડબોડીને ઘરે લાવ્યા. જો દાદી કૃણાલનો ચહેરો જોવાની જીદ ન કરી હોત, તો કૃણાલનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હોત. થોડા સમય પછી કુણાલના શરીરમાં થોડી હિલચાલ જોવા મળી, તો પરિવારને આશા મળી. આ પછી પિતા હિતેશે ચાદરનાં પેકિંગમાંથી બાળકનો ચહેરો બહાર કાઢ્યો અને મોથી પોતાના લાડલાને શ્વાસ આપવાનું શરૂ કર્યું. થોડા સમય પછી, જ્યારે કૃણાલના શરીરમાં થોડી હિલચાલ જોવા મળી, તો એક પાડોશી સુનિલે બાળકની છાતી દબાવવાની શરૂ કરી. આ પછી, હિલચાલ વધતા પરિવાર બાળકને 26 મેની રાત્રે રોહતકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોકટરોએ તેની બચવાની માત્ર 15 ટકા સંભાવના જણાવી, પરંતુ તે ધીમે ધીમે તે સ્વસ્થ થઈ ગયો અને મંગળવારે તેના ઘરે પહોંચી ગયો.
બાળકના દાદા વિજય શર્માએ જણાવ્યું હતું કે, પૌત્રના અવસાન પર તેણે રાત્રે મીઠું અને બરફની કોથળી ગોઠવવાની વ્યવસ્થા કરી હતી. સ્થાનિક લોકોને સવારે સ્મશાન પહોંચવા કહેવામાં આવ્યું પરંતુ એક ચમત્કાર થયો. માતાએ કહ્યું કે ભગવાન તેના પુત્રમાં ફરીથી શ્વાસ લે છે. હવે કુણાલ સ્વસ્થ છે. રોહતક હોસ્પિટલથી નાનાના ઘરે છે. તેની સાથે તેની માતા પણ છે. તે બાળકો સાથે રમી રહ્યો છે અને નૃત્ય કરી રહ્યો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર