કોંગ્રેસના નેતા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખરનું હાર્ટ અટેકથી નિધન

News18 Gujarati
Updated: April 16, 2019, 7:17 PM IST
કોંગ્રેસના નેતા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખરનું હાર્ટ અટેકથી નિધન

  • Share this:
કોંગ્રેસના ટોચના નેતા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખરનું હાર્ટ અટેક આવતા નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓને દિલ્હીના મેક્સ સાકેત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

એન ડી તિવારીનું પારિવારીક જીવન પણ વિવાદોથી ઘેરાયેલું હતું. તિવારીએ 1954માં સુશીલા તિવારી સાથે લગ્ન કર્યા હતા અને 14 મે 2014ના રોજ ઉજ્જવલા તિવારી સાથે 88 વર્ષની વયે લગ્ન કર્યા હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ આ છે નર્મદાનું 'ચોકીદાર દેવ'નું મંદિર, કરે છે આદિવાસીઓની રક્ષા

રોહિત શેખરે દાવો કર્યો હતો કે એન ડી તિવારી તેમના જૈવિક પિતા છે અને તેને સાબિત કરવા માટે તેઓએ વર્ષ 2008માં કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેના પર કોર્ટે ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ કર્યો હતો. પહેલા તો એનડી તિવારીએ ડીએનએ ટેસ્ટ માટે સેન્પલ આપવાની મનાઇ કરી હતી, બાદમાં તેઓએ કોર્ટનો આદેશ સ્વીકાર્યો અને કાયદેસર રોહિતને પોતાનો પુત્ર માન્યો અને સંપત્તિનો વારસદાર બનાવ્યો.
First published: April 16, 2019
વધુ વાંચો
अगली ख़बर