રોહિત શેખર હત્યા કેસમાં પત્ની અપૂર્વાના નિવેદનથી આવ્યો નવો વળાંક

News18 Gujarati
Updated: April 25, 2019, 10:53 AM IST
રોહિત શેખર હત્યા કેસમાં પત્ની અપૂર્વાના નિવેદનથી આવ્યો નવો વળાંક
અપૂર્વા શુક્લા શેખર

રોહિતની પત્ની અપૂર્વા શુક્લાના એક નિવેદન બાદ પોલીસ અને ક્રાઇમ બ્રાંચે એકઠા કરેલા પુરાવા જેમના તેમ રહી ગયા છે.

  • Share this:
નાસિર હુસૈન : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાનો કેસ વધુ ગૂંચવાયો છે. કેસમાં તપાસ પૂર્ણ કરવાનો દાવો કરનારી દિલ્હી પોલીસની પરેશાનીમાં વધારો થયો છે. રોહિતની પત્ની અપૂર્વા શુક્લાના એક નિવેદન બાદ પોલીસ અને ક્રાઇમ બ્રાંચે એકઠા કરેલા પુરાવા જેમના તેમ રહી ગયા છે. નોંધનીય છે કે રોહિતની પત્ની અપૂર્વા સુપ્રીમ કોર્ટની વકીલ છે.

રોહિત શેખરની હત્યા તેની પત્ની અપૂર્વાએ જ કરી છે. જે પુરાવા મળ્યા છે તેના પરથી પણ એવું જ લાગી રહ્યું છે. આ આરોપ લગાવ્યા બાદ દિલ્હી પોલીસે અપૂર્વાની ધરપકડ કરી લીધી છે. પોલીસે અપૂર્વાને સાકેત કોર્ટમાં રજૂ કરી હતી, અહીં વ્યવસાયે વકીલ એવી અપૂર્વાએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. અપૂર્વાએ જણાવ્યું કે રોહિતની હત્યા તેણીના હાથે જ થઈ છે.

અપૂર્વાએ જણાવ્યું, 'ઉત્તરાખંડથી પરત આવ્યા બાદ રોહિતનો તેની સાથે ઝઘડો થયો હતો. આ વચ્ચે કંઇક એવું થયું કે રોહિતનું ગળું અને નાક દબાઈ ગયું હતું, જેનાથી શ્વાસ અટકી જતાં તેનું મોત થયું હતું.'

અપૂર્વાના આવા નિવેદન બાદ પોલીસ અને ક્રાઇમ બ્રાંચે અત્યાર સુધી એકઠા કરેલા પુરાવા બિન અસરકારક બની ગયા છે. કારણ કે પોલીસ હત્યાની કલમ 302 સાબિત કરવા માટે કામે લાગી હતી, જ્યારે અપૂર્વાએ આ કેસને કલમ 304 (બિન ઇરાદાપૂર્વક હત્યા) તરફ વાળી દીધો છે.

આ પણ વાંચો : રોહિત શેખર હત્યા કેસ : મહિલા સંબંધી અને પત્નીની મહત્વકાંક્ષા બની હત્યાનું કારણ!

આ અંગે નિવૃત્ત જજ બીએલ વર્મા કહે છે કે, "હવે પોલીસ સામે નવું લક્ષ્ય છે કે તે આને ઇરાદાપૂર્વક કરવામાં આવેલી હત્યા સાબિત કરે અને કોર્ટ સામે પુરાવા પણ મૂકે. કારણ કે પોલીસ અમુક પુરાવા સાથે એવું તો સાબિત કરી શકી છે કે હત્યા અપૂર્વાએ જ કરી છે. સાથે સાથે અપૂર્વાએ પણ પોતાનો ગૂનો કબૂલ કરી લીધો છે. આ પ્રકારના કેસમાં પોલીસ પુરાવા એકઠા કરીને હત્યાને સાબિત કરી દે છે, પરંતુ જ્યારે આરોપી જાતે જ ગૂનો કબૂલી લે છે અને તેને બિન ઈરાદાપૂર્વક કરવામાં આવેલી હત્યા સાબિત કરે છે તો પોલીસની મુશ્કેલી વધી શકે છે. જોકે, અપૂર્વા માટે આ કામ એટલું સરળ નથી.રોહિત નશામાં હતો. એટલે એવું સાબિત કરવું પણ ખૂબ મુશ્કેલ હશે કે હત્યા કરવાનો કોઈ ઈરાદો ન હતો. જો કોર્ટમાં એવું સાબિત થઈ જાય છે કે હત્યા બિન ઈરાદાપૂર્વક કરવામાં આવી હતી તો અપૂર્વાને 2-3 વર્ષથી વધારે સજા નહીં થઈ શકે. બીજી તરફ તપાસ ટીમનું હત્યા પૂર્વાયોજિત ન હોવાનું નિવેદન અપૂર્વાને નિવેદનને સમર્થન કરે છે."
First published: April 25, 2019, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading