મહિલા વિદ્રોહીઓને ગુપ્તાંગમાં મારી દો ગોળી- ફિલિપાઇન્સના પ્રમુખ

રાષ્ટ્રપતિ જનસંપર્ક કાર્યાલય તરફથી છપાયેલા રિપોર્ટમાં ગુપ્તાંગની જગ્યાએ ડેશ(-) મૂકી દેવામાં આવ્યો હતો.

News18 Gujarati
Updated: February 13, 2018, 4:08 PM IST
મહિલા વિદ્રોહીઓને ગુપ્તાંગમાં મારી દો ગોળી- ફિલિપાઇન્સના પ્રમુખ
ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ દુતેર્તે
News18 Gujarati
Updated: February 13, 2018, 4:08 PM IST
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ સેનાના જવાનોને આદેશ કર્યો છે કે મહિલા વિદ્રોહીઓને ગુપ્તાંગમાં ગોળી મારી દો. 7મી ફેબ્રુઆરીના રોજ દુતેર્તેએ હીરોઝ હોલમાં 200 પૂર્વ કોમ્યુનિસ્ટ સિપાહીઓને સંબોધન કરતા આ વાત કરી હતી. દુતેર્તે આ પહેલા દવાઓના મયેર પણ રહી ચુક્યા છે.

સેનાના જવાનોને સંબોધન કરતા તેમણે વિદ્રોહી મહિલાઓને ટાર્ગેટ કરી હતી. તેમણે કહ્યું કે સૈનિકોને જણાવી દો કે તેઓ મહિલાઓને જીવથી ન મારે, પરંતુ તેમના ગુપ્તાંગમાં ગોળી મારી દે. ગુપ્તાંગ વગર તે કોઈ કામની નથી. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે આનો અર્થ એવો નીકળે છે કે મહિલાઓ ગુપ્તાંગ વગર કોઈ કામની નથી.

રાષ્ટ્રપતિ જનસંપર્ક કાર્યાલય તરફથી છપાયેલા રિપોર્ટમાં ગુપ્તાંગની જગ્યાએ ડેશ(-) મૂકી દેવામાં આવ્યો હતો. પરિવારને છોડીને કોમ્યુનિસ્ટ આંદોલનમાં જોડાવવા બદલ રાષ્ટ્રપ્રમુખે મહિલાઓની નિંદા કરી હતી.

નોંધનીય છે કે સત્તામાં આવ્યા બાદ દૂતેર્તેએ ડ્રગ્સ લેનાર અને વેચનાર લોકોને ટાર્ગેટ કર્યા છે. આ દરમિયાન તેઓ અનેક વખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. આ પહેલા તેમણે વિદ્રોહી મહિલાઓ પર બળાત્કાર કરવાની પણ સલાહ આપી હતી.

જાન્યુઆરીમાં નવી દિલ્હીમાં તેમણે ભારતીય તેમજ ફિલિપાઇન્સના વેપારીઓને કહ્યું હતું કે, ફિલિપાઇન્સમાં આવવા માટે લોકોને આકર્ષિત કરવા માટે હું 42 પરીઓથી તેમનું સ્વાગત કરીશ.

મરાવીમાં મુસ્લિમ ફાઇટર્સને તેમણે કહ્યું હતું કે કે તેઓ સજાનો ડર રાખ્યા વગર ત્રણ મહિલાઓ પર બળાત્કાર કરી શકે છે.

દુતેર્તે જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી ડ્રગ્સ ડિલર્સ અને તેનું સેવન કરનાર અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે આ અંગે તપાસ પણ કરી હતી. તમને જણાવી દઈએ કે દુતેર્તે હંમેશા મહિલાઓને લઈને વિવાદિત નિવેદન આપતા રહ્યા છે.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...