સારવાર માટે US-હોલેન્ડ જઈ શકે છે વાડ્રા, લંડન માટે મંજૂરી નહીં

રોબર્ટ વાડ્રા (ફાઇલ તસવીર)

ટ્યૂમરની સારવાર કરાવવા રોબર્ટ વાડ્રાએ વિદેશ જવાની મંજૂરી માંગી હતી

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને સારવાર કરાવવા માટે વિદેશ જવાની મંજૂરી મળી ગઈ છે. દિલ્હીની એક કોર્ટે આ મામલાની સુનાવણી કરતાં તેમને વિદેશ જવા પર પ્રતિબંધને હટાવી દીધો છે. કોર્ટના આદેશ મુજબ વાડ્રાને લંડન જવાની મંજૂરી નથી આપવામાં આવી પરંતુ તેમને અમેરિકા અને હોલેન્ડ જવાની મંજૂરી આપવામાં આવી છે. વાડ્રાએ 29 મેના રોજ સારવાર કરાવવા માટે કોર્ટ પાસે લંડન જવાની મંજૂરી માંગી હતી.

  કોર્ટના આદેશ બાદ રોબર્ટ વાડ્રા 6 સપ્તાહ માટે વિદેશ જઈ શકે છે. અને આ 6 સપ્તાહમાં જો કોઈ પ્રકારની લુકઆઉટ નોટિસ જાહેર થાય છે તો તે લાગુ નહીં થાય.

  રોબર્ટ વાડ્રાએ પોતાની અપીલમાં કહ્યું હતું કે તેઓ બીમાર છે અને આજ કારણ છે કે તેઓ સારવાર કરાવવા માટે લંડન જવા માંગે છે. કોર્ટે અગાઉની સુનાવણી બાદ જ્યારે ઇર્ન્ફોસમેન્ટ ડિરેક્ટોરેટે વાડ્રાને સમન્સ મોકલ્યા તો તેઓ રજૂ નહોતા થયા.

  આ પણ વાંચો, EXCLUSIVE: મંત્રીઓ-ધારાસભ્યોની જાસૂસી કરાવી રહી છે કમલનાથ સરકાર!

  ઉલ્લેખનીય છે કે, મંગળવારે વાડ્રાને EDની સમક્ષ રજૂ થવાનું છે. અગાઉના સમન્સમાં તેઓ રજૂ નહોતા થાય, એવામાં તેમની પર સવાલોનો વરસાદ થઈ શકે છે.

  વાડ્રાએ ટ્યૂમરના સારવાર માટે માંગી હતી મંજૂરી

  મની લોન્ડ્રિંગ મામલામાં આરોપી રોબર્ટ વાડ્રાએ કોર્ટમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, તેમના મોટા આંતરડામાં ટ્યૂમર છે. તેના માટે સારવાર કરાવવા બ્રિટન અને બે અન્ય દેશ જવાની મંજૂરી આપવામાં આવે. વાડ્રાના વકીલ કેટીએસ તુલસીએ કોર્ટને કહ્યું કે મેડિકલ રિપોર્ટ મુજબ તેમના મોટા આંતરડામાં એક નાનું ટ્યૂમર છે. તેઓ સેકન્ડ ઓપિનિયન માટે લંડન જવા માંગે છે. ઈડીએ વાડ્રાની આ પિટિશનનો વિરોધ કરતાં કહ્યું હતું કે તેઓ દેશ છોડીને ભાગી શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published: