પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra)એ તમિલનાડુ, કેરળ, આસાસના કૉંગ્રેસના કાર્યકરો અને નિવાસીઓની માફી માંગતા કહ્યું છે કે તેઓ આગામી કાર્યક્રમોમાં ભાગ નહીં લઈ શકે.
નવી દિલ્હી: કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)ના પતિ રૉબર્ડ વાડ્રા (Robert Vadra) કોરોના સંક્રમિત (Corona positive) માલુમ પડ્યા છે. જે બાદમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાંથી ખસી ગયા છે. જોકે, તેઓ કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવ્યા છે. આ અંગે સંક્ષિપ્તમાં જાણકારી આપતા ખુદ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, ડૉક્ટરોની સલાહ પ્રમાણે તેઓ સેલ્ફ આઇસોલેશનમાં રહેશે.
પ્રિયંકા ગાંધીએ તમિલનાડુ, કેરળ, આસાસના કૉંગ્રેસના કાર્યકરો અને નિવાસીઓની માફી માંગતા કહ્યું છે કે તેઓ આગામી કાર્યક્રમોમાં ભાગ નહીં લઈ શકે.
એક ટ્વીટમાં કૉંગ્રેસ મહાસચિવે જણાવ્યું કે, "તાજેતરમાં કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યા બાદ મારે આસામનો પ્રવાસ રદ કરવો પડ્યો છે. મારો કાલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ ડૉક્ટરોની સલાહ માનીને હું આગામી થોડા દિવસ સેલ્ફ આઇસોલેશનમાં રહીશ. આ અસુવિધા માટે હું તમામ લોકોની માફી માંગું છું. હું કૉંગ્રેસની જીતની પ્રાર્થના કરું છું."
हाल में कोरोना संक्रमण के संपर्क में आने के चलते मुझे अपना असम दौरा रद्द करना पड़ रहा है। मेरी कल की रिपोर्ट नेगेटिव आई है मगर डॉक्टरों की सलाह पर मैं अगले कुछ दिनों तक आइसोलेशन में रहूँगी। इस असुविधा के लिए मैं आप सभी से क्षमाप्रार्थी हूँ। मैं कांग्रेस विजय की प्रार्थना करती हूँ pic.twitter.com/B1PlDyR8rc
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 2, 2021
ઉલ્લેખનીય છે કે ચાર રાજ્ય કેરળ, આસામ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડેચેરીમાં ચાલી રહેલી ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે. શુક્રવારે તેમનો આસામમાં એક કાર્યક્રમ હતો. હવે તેને રદ કરી દેવામાં આવ્યો છે.
કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus second wave) દેશમાં જોખમી સાબિત થઈ રહી છે. શુક્રવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં અધધ 81,466 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં 469 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો (Death) છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,356 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ દેશમાં એક્ટિવ દર્દી (Active cases)ઓની સંખ્યા 6,14,696 પાર પહોંચી છે.
દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર 93.7 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.3 ટકા છે. દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,23,03,131 કેસ નોંધાયા છે. જ્યારે 1,15,25,039 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોનાને કારણે અત્યારસુધી કુલ 1,63,396 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારસુધી દેશમાં 6,87,89,138 લોકોને કોરોનાની વેક્સીન (Corona vaccine) આપવામાં આવી છે. દેશમાં અત્યારસુધી 24 કરોડથી વધારે કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર