વાડ્રાને ટ્યૂમર, કોર્ટે સારવાર માટે વિદેશ જવાની મંજૂરી ન આપી

News18 Gujarati
Updated: May 29, 2019, 10:19 PM IST
વાડ્રાને ટ્યૂમર, કોર્ટે સારવાર માટે વિદેશ જવાની મંજૂરી ન આપી
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: May 29, 2019, 10:19 PM IST
ફરી એકવાર રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી છે. સ્વાસ્થ્ય કારણોસર કોર્ટમાં વિદેશ જવા માટે મંજૂરી માગી હતી. દિલ્હીની એક કોર્ટમાં કાર્યવાહી દરમિયાન ઇડીએ તેમની અરજીનો વિરોધ કરતાં કહ્યું કે તેઓ વિદેશમાં જમા કાળાનાણાંને ઠેકાણે પાડવા માટે બહાના બનાવી રહ્યાં છે. તેઓને વિદેશ જવાની મંજૂરી ન મળવી જોઇએ. કોર્ટે વાડ્રાની અરજી રપ 3 જુન સુધી નિર્ણય અનામત રાખ્યો હતો.

મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી રોબર્ટ વાડ્રાએ દિલ્હીની એક કોર્ટમાં અરજી કરી હતી કે તેઓને આંતરડામાં ટ્યૂમર છે. જેની સારવાર માટે બ્રિટન અને બે અન્ય દેશ જવાની મંજૂરી આપવામાં આવે. વાડ્રાના વકીલ કેટીએસ તુલસીએ કોર્ટમાં કહ્યું કે મેડિકલ રિપોર્ટ પ્રમાણે તેમના મોટા આંતરડામાં એક નાનું ટ્યૂમર છે. તે સેકન્ડ ઓપિનિયન માટે લંડન જવા ઇચ્છે છે. ઇડીએ વાડ્રાની આ યાચિકાનો વિરોધ કરતાં કહ્યું કે તેઓ દેશ છોડી ભાગવા માગે છે.

અહીં ક્લિક કરી વાંચોઃ શું તમે જાણો છો લોર્ડ્સ સ્ટેડિયમનો આ રોચક ઇતિહાસ ?

ઇડીએ કહ્યું કે આ મામલાની તપાસ અંતિમ પડાવમાં છે. તેઓની ધરપકડ કરી પૂછપરછ કરવાની જરૂર પડી શકે છે. તેમના પર ગંભીર આરોપ છે. તેમના તરફથી દર્શાવવામાં આવેલું બીમારીનું કારણ એક બહાનું છે. આ તેઓ એવા દેશમાં જવા માગે છે જ્યારે કાળું નાણું છૂપાયેલું છે. વિદેશ જવાની મંજૂરી લઇ તે દેશ છોડી શકે છે. એવામાં તેઓને મંજૂરી ન આપવામાં આવે.

તો ઇડીની અપીલ પર અધિવક્તા કેટીએસ તુલસીએ કહ્યું કે રોબર્ટ વાડ્રા મની લોન્ડ્રિંગ મામલાની તપાસમાં હંમેશા સહયોગ કરે છે. તેઓ લંડનમાં પોતાની માતાની સારવાર કરાવી રહ્યાં છે. આ દરમિયાન તેઓને ઇડીની કાર્યવાહી અંગે જાણવા મળ્યું. તેઓ વગર કોઇ વોરંટ અને સમન્સ ભારત પરત ફર્યા અને ઇડી સામે હાજર થયા. એવામાં ઇડીને તેમના ભાગી જવા અંગે ન વિચારવું જોઇએ.
First published: May 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...