મની લોન્ડ્રિંગ કેસના એક મામલામાં રોબર્ટ વાડ્રાની EDએ લગભગ છ કલાક પુછપરછ કરી હતી. સુત્રોના મતે વાડ્રાને 40થી વધારે સવાલો પુછવમાં આવ્યા હતા. પુછપરછ દરમિયાન વાડ્રાએ લંડનમાં કોઈપણ પ્રકારની સંપત્તિ હોવાનો ઇન્કાર કર્યો છે. વાડ્રાએ એ પણ કહ્યું છે કે તેનો સંજય ભંડારી સાથે કોઈ સંબંધ નથી. ભંડારી સિન્ટેક ઇંટરનેશનનો માલિક છે અને વાડ્રાની તેની સાથે મિત્રતા છે.
મની લોન્ડ્રિંગ મામલામાં ઇડી વાડ્રાની ગુરુવારે સવારે 10.30 કલાકે ફરી પુછપરછ કરશે. ઇડી વાડ્રાના જવાબોથી સંતુષ્ટ નથી. રોબર્ટ વાડ્રા, પ્રિયંકા ગાંધીની સાથે ઈડીની ઓફિસ પહોંચ્યા હતા. વાડ્રાને ઈડીની ઓફિસે છોડ્યા બાદ પ્રિયંકા ત્યાંથી પરત જતા રહ્યા.
આ મામલો કથિત રીતે ગેરકાયદેસર રીતે વિદેશોમાં સંપત્તિઓ રાખવા સંબંધિત છે. રોબર્ટ વાડ્રાએ આ મામલામાં આગોતરા જામીન માટે દિલ્હીની કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટે તેમને નિર્દેશ આપ્યા હતા કે તેઓ કેન્દ્રીય તપાસ એજન્સીની તપાસમાં સહયોગ કરે. સૂત્રોનું કહેવું છે કે જ્યારે વાડ્રા એજન્સીની સમક્ષ રજૂ હશે તો તેમને લંડનમાં કેટલીમ સંપત્તિની ખરીદી અને માલિકી હક સંબંધિત સોદાઓ વિશે પૂછવામાં આવી શકે છે. તેમનું નિવેદન મની લોન્ડ્રિંગ અટકાવવાના કાયદા હેઠળ નોંધવામાં આવશે.
દિલ્હીની એક કોર્ટે વાડ્રાને 16 જાન્યુઆરીએ વચગાળાની જમાનત આપી છે. કોર્ટે તેમને નિર્દેશ આપ્યા છે કે તે 6 ફેબ્રુઆરીએ જાતે હાજર થઈને તપાસમાં સામેલ થાય. આ મામલો લંડનમાં 12 બ્રાયનસ્ટન સ્ક્વેર પર 19 લાખ પાઉન્ડની સંપત્તિની ખરીદીમાં કથિત રીતે મની લોન્ડ્રિંગ તપાસ સંબંધિત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર