રોબર્ટ વાડ્રાને મળી ભવિષ્ય બતાવતી ગાય, પૂછ્યો આ સવાલ...

News18 Gujarati
Updated: July 28, 2019, 6:15 PM IST
રોબર્ટ વાડ્રાને મળી ભવિષ્ય બતાવતી ગાય, પૂછ્યો આ સવાલ...
વાડ્રાએ કહ્યું કે તમે પવિત્ર ગાય પાસેથી પોતાનું ભવિષ્ય જાણી શકો છો. જે પોતાનું માથુ હલાવી તમારા સવાલોના જવાબ આપે છે. મને આ સુંદર દેશનો ભાગ હોવા પર ગર્વ છે.

વાડ્રાએ કહ્યું કે તમે પવિત્ર ગાય પાસેથી પોતાનું ભવિષ્ય જાણી શકો છો. જે પોતાનું માથુ હલાવી તમારા સવાલોના જવાબ આપે છે. મને આ સુંદર દેશનો ભાગ હોવા પર ગર્વ છે.

  • Share this:
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રા હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે અને તેની પાછળનું કારણ છે તેમની ફેસબૂક પોસ્ટ, રોબર્ટ વાડ્રાએ પોતાના ફેસબૂક પર ભારતની વિવિધતાના વખાણ કરતાં અનેક ફોટો પોસ્ટ કર્યા, આ ફોટો કેપ્શનમાં લખ્યું કે ભારતના રસ્તા પર ચાલતી વખતે તમને અનેક સારી વસ્તુઓ મળી જશે.

રોબર્ટ વાડ્રાએ રસ્તા પર ભવિષ્ય બતાવતી ગાયની તસવીરો પોસ્ટ કરી છે. તેઓએ કહ્યું કે આ ગાય માથુ હલાવી તમારું ભવિષ્ય પણ બતાવી શકે છે. તેઓએ કહ્યું કે આ બેમિસાલ દેશનો ભાગ હોવા પર તેઓને ખુબ ખુશી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ પાકિસ્તાની એન્કરે કહ્યું 'અમે રાતના અંધારામાં સૂરજ પર પહોંચીશું' !

રોબર્ટ વાડ્રાએ ભારતની વિવિધતાના વખાણ કર્યા છે. તેઓએ ફેસબૂક પોસ્ટમાં લખ્યું કે 'ભારતને તેની વિવિધતા અને બહુમુખી પ્રતિભા માટે પ્રેમ કરું છું. તમે ભારતના રસ્તા-ગલીમાં ફરીને ઘણું સીખી શકો છો. લોકોની મદદ કરી શકો છો અને ત્યારબા તમારા વખાણ બાદ તેમના ચહેરા પર જે પ્યારી મુસ્કાન ઉભરે છે, તેનો અહેસાસ કરી શકો છો. તેના બદલામાં તમને ગુલાબના ફૂલ મળશે.'



આ તસવીરોમાં એકમાં વાડ્રાએ આગળ કહ્યું કે તમે પવિત્ર ગાય પાસેથી પોતાનું ભવિષ્ય જાણી શકો છો. જે પોતાનું માથુ હલાવી તમારા સવાલોના જવાબ આપે છે. મને આ સુંદર દેશનો ભાગ હોવા પર ગર્વ છે. આ ફેસબૂક પોસ્ટમાં રોબર્ટ વાડ્રાએ કિસ્મત જણાવતી ગાય અંગે વિસ્તારથી જણાવ્યું. તેઓએ એક નાનો વીડિયો પણ પોસ્ટ કર્યો, આ વીડિયોમાં વાડ્રા ગાય સાથે ચાલી રહેલા પુજારી સાથે વાતચીત કરી રહ્યાં છે.રોબર્ટ વાડ્રા વીડિયોમાં પુજારીને પૂછી રહ્યાં છે, શું આ ગાય મને બધુ જણાવશે, પુજારીએ જવાબ આપ્યો કે હા, આ તમને બધુ જ જણાવશે અને આશીર્વાદ આપશે. આ સાવનનો પવિત્ર મહિનો છે. ત્યારબાદ રોબર્ટ વાડ્રા ગાય પાસે જઇને તેને હેલ્લો બેબી કહી હાથ ફેરવે છે.
First published: July 28, 2019, 6:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading