Home /News /national-international /

સ્પેશલ26ની સ્ટોરીની જેમ ભત્રીજાએ રેડ કરી કાકા પાસેથી કરોડોની રકમ લૂંટી

સ્પેશલ26ની સ્ટોરીની જેમ ભત્રીજાએ રેડ કરી કાકા પાસેથી કરોડોની રકમ લૂંટી

મુંબઇઃ મુંબઇના ચારકોપ વિસ્તારમાં નીરજ પાંડેની ફિલ્મ સ્પેશલ 26ની સ્ટોરીની જેમ જ લૂંટની ઘટના સામે આવી છે. જેમાં ભેજાબાજ ભત્રીજાએ જ મિત્રોની મદદથી આયકર વિભાગના અધિકારીઓ બની ત્રાટકી કાકા પાસેથી કરોડોની લૂંટ કરી છે.

  • Web18
  • Last Updated :
મુંબઇઃ મુંબઇના ચારકોપ વિસ્તારમાં નીરજ પાંડેની ફિલ્મ સ્પેશલ 26ની સ્ટોરીની જેમ જ લૂંટની ઘટના સામે આવી છે. જેમાં ભેજાબાજ ભત્રીજાએ જ મિત્રોની મદદથી આયકર વિભાગના અધિકારીઓ બની ત્રાટકી કાકા પાસેથી કરોડોની લૂંટ કરી છે.
બોરીવલીના ચારકોપ વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ જયંતીભાઇ સરવૈયાના ઘરે 1અને 2 જુને આ સમગ્ર લૂંટ કરાઇ હતી. આયકર વિભાગના અધિકારીઓ બનીને ટોળકી ટ્રાટકી હતી. જેને લઇને અહીં  હડકંપ મચ્યો હતો. કરોડો રૂપિયા આ નકલી અધિકારી બનીને આવેલી આયકરની ટીમના હાથે લાગ્યા હતા. અને બિલકુલ ફિલ્મ સ્પેશલ 26ની સ્ટોરીની જેમ તેઓ કરોડોની રકમ લઇને ફરાર પણ થઇ ગઇ હતી.
ઉલ્લેખનીય તો એ છે કે, આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઉદ્યોગપતિએ પોતે પોલીસની આ મામલે મદદ માગી હતી. આ લૂંટનો મુખ્યસુત્ર ધાર બીજો કોઇ નહીં પરંતુ  જયંતીભાઇ સરવૈયાનો ભત્રીજો જગદીશ મેવાડ છે. જેની નજર પહેલેથી જ જયંતીભાઇની પ્રોપર્ટી પર હતી. તેને પુરી પ્લાનીંગ કરીને દોસ્તોની મદદ લઇને આયકર અધિકારીઓ બનીને રેડ કરી હતી.
મામલો ત્યારે ખુલ્યો જ્યારે જયંતીભાઇને જોગેશ્વરીમાં છોડીને આરોપી જાયલો ગાડીમાં ભાગ્યા હતા. અને આ ગાડીને સીસીટીવી ફુટેજના આધારે શોધીને આરોપીઓની ઓળખ કરાઇ હતી. આ મામલે અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરાઇ છે. એક આરોપી હજુ ફરાર છે.આ નકલી આયકર વિભાગની ટોળકી પાસેથી 1 કરોડ 64 લાખ રોકડા અને જવેરાત પણ કબજે લેવાઇ છે.
First published:

Tags: આયકર વિભાગ, ક્રાઇમ, ગુનો, દેશ, મુંબઇ, લૂંટ, વેપાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन