નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી (Delhi)ના કાલકાજી વિસ્તારમાં ગણતંત્ર દિવસ પહેલા ચોરીની એક મોટી ઘટના (Crime) સામે આવી છે. કાલકાજી માર્કેટમાં આવેલી એક મોટા જ્વેલરી શોરૂમ (Jewellery Show Room)થી ચોરોએ 25 કિલોના ઘરેણા પર હાથ સાફ કરી દીધો. ચોરી કરવામાં આવેલી જ્વેલરીની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે. કાલકાજી વિસ્તારમાં આવેલી અંજલિ જ્વેલર્સની બહુમળીયા શૉપમાં ચોરોએ ધાડ મારી અને કરોડોની જ્વેલરી લઈને છૂમંતર થઈ ગયા.
પોલીસે (Police) આ મામલામાં નૂર નામની એક શખ્સની ધરપકડ કરી છે. મૂળે, સ્થાનિક દુકાનદારોનું કહેવું છે કે જ્યારે દુકાન ખુલી તો જાણવા મળ્યું કે દુકાનમાં રાખવામાં આવેલા કરોડો રૂપિયાના ઘરેણાં ગાયબ છે. સીસીટીવી કેમેરા (CCTV Footage)માં ચોર PPE Kit પહેરીને સીડીઓથી ઉતરતા જોવા મળ્યા હતા.
#WATCH | A man dressed in a Personal Protective Equipment(PPE) kit engages in theft in a jewellery shop in the Kalkaji area of Delhi
ઘટનાની માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી. મળતી જાણકારી મુજબ, આ જ્વેલરી શોપમાં હંમેશા હથિયારબંધ સુરક્ષાકર્મી તૈનાત રહે છે અને ગત રાત્રે પણ અહીં ચારથી પાંચ હથિયારબંધ સુરક્ષાકર્મી તૈનાત હતા. મામલાની પુષ્ટિ કરતાં ડીસીપી (સાઉથ ઇસ્ટ દિલ્હી) આર. પી. મીણાએ જણાવ્યું કે પોલીસને આ સંબંધમાં સૂચના મળી છે, પરંતુ હજુ સુધી કેટલી રકમની ચોરી થઈ છે, તેના વિશે શો રૂમના માલિકે જાણકારી આપી નથી. પોલીસે કેસ નોંધી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
ચોરીની ઘટનાને અંજામ આપવા માટે એક ચોર સીસીટીવી કેમેરામાં સીડીઓથી ઉતરતો જોવા મળી રહ્યો છે. તેણે પોતાના ચહેરા અને શરીરને ઢાંકીને રાખ્યો છે, જેથી કેમેરામાં તેનો ચહેરો દેખાઈ ન જાય. મળતી માહિતી મુજબ આરોપી PPE કિટ પહેરીને આવ્યો હતો. પોલીસે આરોપીની ઓળખ કરી હોવાનો દાવો કર્યો છે. આરોપીનું નામ શેખ નૂર હોવાનું કહેવાય છે. આરોપીની પાસેથી 13 કરોડ રૂપિયાની કિંમતના 25 કિલો સોનાના ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર