Home /News /national-international /મુંબઈ-અમદાવાદ હાઈવે પર જ્યાં સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું ત્યાં આ વર્ષે જ અત્યાર સુધીમાં 60ના મોત, કુલ 262 અકસ્માત

મુંબઈ-અમદાવાદ હાઈવે પર જ્યાં સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું ત્યાં આ વર્ષે જ અત્યાર સુધીમાં 60ના મોત, કુલ 262 અકસ્માત

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા નજીક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા નજીક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઘટનાના પગલે સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. જોકે આ અંગેનો ઓફિશિયલ ડેટા જોવામાં આવે તો આ માર્ગ પર આ વર્ષનું એકમાત્ર મૃત્યુ નથી. અહીં છેલ્લા એક વર્ષમાં જ લગભગ 60 જેટલા વ્યક્તિઓના અકસ્માતમાં મૃત્યુ થયા છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા નજીક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઘટનાના પગલે સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. જોકે આ અંગેનો ઓફિશિયલ ડેટા જોવામાં આવે તો આ માર્ગ પર આ વર્ષનું એકમાત્ર મૃત્યુ નથી. અહીં છેલ્લા એક વર્ષમાં જ લગભગ 60 જેટલા વ્યક્તિઓના અકસ્માતમાં મૃત્યુ થયા છે.

    મુંબઈ-હાઈવે પર દાપચારી સુધીમાં 262 અકસ્માત

    આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈવે પર થાણેના ધોડબંદરથી પાલઘર જિલ્લાના દાપચારી સુધીમાં જ આ વર્ષે 262 જેટલા અકસ્માત થયા હતા. આ અકસ્માતમાં લગભગ 62 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 192 લોકોને ઈજા થઈ છે. આ અકસ્માત મોટાભાગે ડ્રાઈવરની ભુલ, વધુ પડતી ઝડપના કારણે થયા છે. અધિકારીઓએ અંગે વધુમાં કહ્યું કે અકસ્માત માટે રોડનું ન કરવામાં આવેલું મેન્ટેનન્સ પણ એટલું જ જવાબદાર છે. આ સિવાય રોડ પર સ્પીડ અવરોધે તેવા બંપર પણ ખૂબ જ ઓછા હોવાના કારણે અકસ્માત થવાનો ભય રહે છે.

    ચિનચોટી નજીક 25 વ્યક્તિઓના મૃત્યુ થયા છે

    મહારાષ્ટ્રની હાઈવે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચારોટી નજીક જ્યાં સાયરસ મિસ્ત્રીનો અકસ્માત 4 સપ્ટેમ્બરના રોજ થયો હતો, ત્યાં વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 25 જેટલા ગંભીર અકસ્માત થયા છે અને તેમાં 26 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ચિનચોટી નજીકથી પસાર થતા આ હાઈવે પર આ જ સમય દરમિયાન 25 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે 34 જેટલા ગંભીર અકસ્માત થયા છે. માનોર નજીક આ જ હાઈવે પર આ જ વર્ષમાં લગભગ 11 વ્યક્તિઓના મૃત્યુ થયું છે. જ્યારે 10 જેટલા અકસ્માત થયા છે. અકસ્માતની વાત કરીએ તો ચારોટી આ 500 મીટરના રોડનું બ્લેક સ્પોટ છે. મુંબઈ જવા માટે રોડ સુર્યા રિવર બ્રિજ પહેલા એક વળાંક લે છે. પછીથી આગળ જતા ત્રણ લેનની ટુ લેન થઈ જાય છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Cyrus mistry, Highway, Road accident

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन