Home /News /national-international /

રોડ રેજ કેસમાં સિદ્ધૂ બદઈરાદાથી હત્યાના આરોપમાંથી મુક્ત

રોડ રેજ કેસમાં સિદ્ધૂ બદઈરાદાથી હત્યાના આરોપમાંથી મુક્ત

    વર્ષ 1988માં પટિયાલાના શેરનાવાલ ચોક પાસે થયેલા રોડ રેજ કેસમાં પંજાબ સરકારના મંત્રી નવજોતસિંઘ સિદ્ધૂને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. સિદ્ધૂને ગેરઈરાદાથી હત્યાના કેસમાં આરોપમુક્ત કરવામાં આવ્યો છે. જોકે, જાણી જોઈને ઈજા પહોંચાડવાના કેસમાં કોર્ટે સિદ્ધૂને એક હજારનો દંડ ફટકારતા દોષીત માન્યો છે. સિદ્ધૂ હાલમાં પંજાબ સરકારમાં મંત્રી પદે બીરાજમાન છે.

    આ કેસમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પહેલા જ સિદ્ધૂને ત્રણ વર્ષની સજા ફટાકરી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચેલમેશ્વર અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેચે 18 એપ્રિલના રોજ આ અંગે પોતાના નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

    નોંધનીય છે કે સિદ્ધૂ અને રૂપિન્દરસિંઘ સંધૂ 27મી ડિસેમ્બર, 1988ના રોજ પટિયાલાના શેરનવાલા ગેટ ચોક પાસે પોતાની ગાડીમાં બેઠા હતા. આ જ સમયે ગુરનામસિંઘ પોતાના બે સાથીઓ સાથે બેંકમાંથી પૈસા કાઢીને પરત ફરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ગુરુનામસિંઘે સિદ્ધૂ અને સંધૂને પોતાની ગાડી હટાવાનું કહ્યું હતું. બાદમાં બોલાચાલી થઈ હતી અને સિદ્ધૂએ તેને ઢોરમાર માર્યો હતો. બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Navjot Sidhu, Supreme Court

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन