South Africaના રસ્તાઓ વિશ્વના સૌથી ખતરનાક છે, જોઈલો આ લીસ્ટમાં India કયા નંબરે

South Africaના રસ્તાઓ વિશ્વના સૌથી ખતરનાક છે, જોઈલો આ લીસ્ટમાં India કયા નંબરે
પ્રતિકાત્મક તસવીર

આ સંશોધનમાં સામે આવ્યું કે, વિશ્વમાં સૌથી સલામત રસ્તા જાપાન અને નોર્વેમાં છે. બીજી બાજુ, સ્કેન્ડિનેવિયાઈના રસ્તા ત્રીજા ક્રમે સૌથી સલામત છે.

  • Share this:
    નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ એજ્યુકેશન પ્રદાન કરતી Zutobi નામની કંપનીએ તાજેતરમાં એક સંશોધન હાથ ધર્યું છે. જેમાં બહાર આવ્યું છે કે, વિશ્વનો સૌથી ખતરનાક રસ્તો દક્ષિણ આફ્રિકામાં છે. Zutobiએ આ સંશોધનમાં 56 દેશોના રસ્તાઓનો ડેટા એકત્રિત કર્યો. જે પછી ઝુટોબીએ કહ્યું કે, થાઇલેન્ડ આ યાદીમાં બીજા સ્થાને છે, અમેરિકા ત્રીજા સ્થાને છે. આ સંશોધનમાં સામે આવ્યું કે, વિશ્વમાં સૌથી સલામત રસ્તા જાપાન અને નોર્વેમાં છે. બીજી બાજુ, સ્કેન્ડિનેવિયાઈના રસ્તા ત્રીજા ક્રમે સૌથી સલામત છે. ચાલો જાણીએ ભારતના રસ્તા કેટલા ખતરનાક છે.

    ખતરનાક રસ્તાઓના મામલામાં ભારત આ નંબર પર છે



    Zutobiના રિસર્ચ મુજબ, ભારતના રસ્તા વિશ્વના ખતરનાક વર્ગમાં ચોથા નંબર પર છે. Zutobiએ જોખમી રસ્તાઓ જાણવા તેના સંશોધનમાં 5 કેટેગરીઓ મૂકી, જેમાં તેમણે 56 દેશોનો ડેટા એકત્રિત કર્યો અને આ પછી તેણે પોતાનું સંશોધન શેર કર્યું.

    આ પણ વાંચોવલસાડ Video વાયરલ: પુલ પરથી કુદી યુવતીએ નદીમાં લગાવી મોતની છલાંગ, માછીમારોએ દેવદૂત બની બચાવ્યો જીવ

    Zutobiએ સંશોધન કેવી રીતે કર્યું

    ઝુટોબીએ તેમના સંશોધનમાં માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુ, કાર ધરાવતા લોકોની ટકાવારી, ફ્રન્ટ સીટ બેલ્ટનો ઉપયોગ, અકસ્માત માટે દારૂનું સેવન સૌથી જવાબદાર માન્યું છે. ઝુટોબીના સંશોધનથી બહાર આવ્યું છે કે, જે દેશોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવતું નથી ત્યાં અકસ્માતોની સંખ્યા ખૂબ વધારે છે.

    આ પણ વાંચો - રાજકોટ: પરિણીતાએ જિંદગીનો છેડો ફાડયો, પરિવારનો કલ્પાંત - '1 વર્ષ પહેલા જ ફઈના દીકરા સાથે લગ્ન કર્યા'

    દક્ષિણ આફ્રિકાએ આ સંશોધન પર શું પ્રતિક્રિયા આપી

    Zutobiના મતે, ડબ્લ્યુએચઓ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલો પરથી સંશોધનનો સંપૂર્ણ ડેટા લેવામાં આવ્યો હતો. ત્યારે, જસ્ટિસ પ્રોજેક્ટ એસ.એ. અને કેટલીક એન.જી.ઓ.એ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો કે, આફ્રિકા ખંડમાં ઘણા દેશો છે, પરંતુ, દક્ષિણ આફ્રિકાને સૌથી ખતરનાક માર્ગ કેટેગરીમાં પ્રથમ ક્રમે રાખવામાં આવ્યું છે. ત્યારે, જસ્ટિસ પ્રોજેક્ટ એસ.એ. ના અધ્યક્ષ હોવર્ડ ડેમ્બોવ્સ્કીએ કહ્યું કે, એ વાત સાચી છે કે, અમારા દેશમાં સૌથી ખરાબ ડ્રાઇવિંગ કરવામાં આવે છે. પરંતુ તેનો અભિપ્રાય એ નથી કે, દક્ષિણ આફ્રિકાના રસ્તા સૌથી જોખમી છે.
    Published by:kiran mehta
    First published:March 19, 2021, 22:26 pm

    ટૉપ ન્યૂઝ