લગ્નની ખરીદી કરીને પરત ફરી રહ્યા હતા યુવક અને યુવતી, અકસ્માતમાં મોત, ડિસેમ્બરમાં થવાના હતા લગ્ન

મૃતક સચિન શ્રીવાસ્તવ અને સોની એક જ મોહલ્લામાં રહેતા હતા

Accident news- રિંગ સેરેમની થઇ ગઈ હતી અને બન્ને પરિવારો લગ્નની તૈયારીમાં લાગી ગયા હતા, બન્નેના સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

 • Share this:
  ઓરૈયા : ઉત્તર પ્રદેશના (uttar pradesh)ઓરૈયામાં (auraiya)એક દર્દભરી ઘટના સામે આવી છે. જ્યા એક રોડ અકસ્માતમાં (Road Accident)યુવક અને યુવતીનું મોત થયું છે. બતાવવામાં આવી રહ્યું છે કે બન્નેના 10 ડિસેમ્બરે લગ્ન (Marriage)થવાના હતા અને ખરીદી કરવા માટે કાનપુર (Kanpur)ગયા હતા. ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમની સ્કુટીને ટક્કર મારી હતી અને બંનેના મોત થતા. ઘટનાની જાણ થતા જ બંને પરિવારોમાં માતમ છવાઇ ગયો છે.

  બતાવવામાં આવી રહ્યું છે કે મૃતક સચિન શ્રીવાસ્તવ અને સોની એક જ મોહલ્લામાં રહેતા હતા. બંને લાંબા સમયથી પ્રેમમાં હતા. અલગ-અલગ જ્ઞાતિના હોવાના કારણે પરિવારજનો આ લગ્ન માટે ઘણી મુશ્કેલી પછી તૈયાર થયા હતા. સચિન શ્રીવાસ્તવ સીબીઆઈમાં ક્લાર્કના પદ પર નિમણુક હતો. રિંગ સેરેમની થઇ ગઈ હતી અને બન્ને પરિવારો લગ્નની તૈયારીમાં લાગી ગયા હતા. જોકે આ દુર્ઘટનાએ બંને પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે.

  આ પણ વાંચો - પ્રણય ત્રિકોણમાં વિદ્યાર્થીએ ગોળી મારીને વેપારીની હત્યા કરી, બન્ને એક જ યુવતીને પ્રેમ કરતા હતા

  બન્નેના મોતના સમાચાર મળતા જ પરિવારમાં કોહરામ મચી ગયો હતો. જેવી બન્નેની લાશ ઘરે આવી ત્યારે પરિવારમાં રોકકળ મચી ગઈ હતી. આ પછી બન્નેના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાથી આખા વિસ્તારમાં ગમનો માહોલ જોવા મળ્યો હતો.

  પોલીસે આ મુદ્દે તપાસ કરી રહી છે. અજાણ્યા વાહન વિશે તપાસ કરવામાં આવી રહી છે. આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા પરથી શોધ કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો - વરરાજા કાર લઇને લગ્ન કરવા જતા હતા, રસ્તામાં કાર સળગી ઉઠી અને પછી...

  જાનમાં જતા હતા પણ મળ્યું મોત, કારનો અકસ્માત થતા 4 લોકો કાળને ભેટ્યા

  હિમાચલ પ્રદેશના કિન્નૌરના બટસેરીમાં એક ભયંકર કાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કારમાં સવાર 5 લોકોમાંથી 4 ના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ છે. જેને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર સાંગલા લઇ જવામાં આવ્યો હતો. કારમાં સવાર બધા લોકો રોધીથી બટસેરી જાનમાં જઈ રહ્યા હતા. આ ભયંકર અકસ્માતમાં કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઈ છે. જાણકારી પ્રમાણે રવિવારે બપોરે ડ્રાઇવર રમેશ કુમાર સહિત 4 લોકો લગ્નમાં સામેલ થવા માટે સાંગલાના બટસેરી ગામ તરફ જઈ રહ્યા હતા. બટસેરી પાસે કારના ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે રસ્તાથી લગભગ 50 મીટર નીચે ઢસડી ગઈ હતી. કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ હતી. જેમાં 4 લોકોના મોત થયા હતા.
  Published by:Ashish Goyal
  First published: