ગાજર ભરેલી ટ્રક અનિયંત્રિત થઈને કાર પર પલટી, કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ

રામ રાખે એને કોણ ચાખે- ટ્રકની નીચે કાર બિલકુલ ક્ષતિગ્રસ્ત થઈ છતાં દંપતી સમયસર બહાર આવી જતાં થયો બચાવ

રામ રાખે એને કોણ ચાખે- ટ્રકની નીચે કાર બિલકુલ ક્ષતિગ્રસ્ત થઈ છતાં દંપતી સમયસર બહાર આવી જતાં થયો બચાવ

 • Share this:
  સંજય કુમાર, પટનાઃ બિહાર (Bihar)ના પાટનગર પટના (Patna)માં એક દંપત્તિને 'રામ રાખે એને કોણ ચાખે' કહેવત સાચી પુરવાર થઈ છે. મૂળે પટનાના ગર્દનીબાથ ફ્લાયઓવર પર શનિવાર મોડી રાત્રે એક ગાજરથી ભરેલી ટ્રક કાર પર પલટી ગઈ. સારી બાબત એ રહી કે કારમાં સવાર દંપતી સમયસર કારથી બહાર આવી ગયું, જેના કારણે મોટી દુર્ઘટના (Accident) થતા રહી ગઈ. ટ્રક પલટી જવાના કારણે કાર બિલકુલ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે.

  પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ગાજર ભરીને જઈ રહેલી ટ્રક અનીસાબાદથી મીઠાપુર શાક માર્કેટ તરફ જઈ રહી હતી. જ્યારે કાર ગર્દનીબાગથી અનીસાબાદ તરફ જઈ રહી હતી. રોડ નંબર 15ની પાસે પહોંચતા ટ્રક ચાલક નિયંત્રણ ગુમાવી બેઠો, જેને કારણે ટ્રક અનિયંત્રિત થઈને ફ્લાઇઓવર પર કાર પર પલટી ગઈ. મળતી માહિતી મુજબ કારમાં પતિ-પત્ની સવાર હતા પરંતુ બંનેનો આબાદ બચાવ થયો છે.

  આ પણ વાંચો, શરમજનક ઘટના! લગ્ન પ્રસંગમાં આવેલી મામી સાથે ભત્રીજાએ આચર્યું દુષ્કર્મ

  કારની પાછળ જ પેટ્રોલિંગ પોલીસની ગાડી આવી રહી હતી. દુર્ઘટના થતી જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા લોકો અને પોલીસ પેટ્રોલિંગ ટીમ ત્યાં પહોંચી. આ દરમિયાન ટ્રક ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો. જ્યારે કારમાં સવાર પતિ-પત્ની દુર્ઘટનાનું દૃશ્ય જોઈને ધ્રૂજી રહ્યા હતા. પોલીસે ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને કરી. સૂચના મળ્યા બાદ ટ્રાફિક પોલીસ ક્રેનની સાથે ઘટનાસ્થળે પહોંચી. મોડી રાત સુધી પલટાયેલી ટ્રકને હટાવવામાં પોલીસ લાગેલી રહી હતી.

  આ પણ વાંચો, ચીનમાં આ પહાડીની ચોટી પર છે ધરતીનું ‘સ્વર્ગ’, જાણો 500 વર્ષ જૂના મંદિર સુધી લોકો કેવી રીતે પહોંચે છે

  ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકો ભગવાનનો પાડ માની રહ્યા હતા. તેમનું કહેવું હતું કે ભગવાને પતિ-પત્નીનો જીવ બચાવી લીધો કેમકે અકસ્માત ખૂબ ગંભીર હતો. ટ્રકની નીચે કાર બિલકુલ દબાઈ ગઈ હતી. ગર્દનીબાગ પોલીસના અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં કાર સવાર દંપતીનો બચાવ થયો છે. ગાડી નંબરના આધાર પર ફરાર ટ્રક સવારની શોધખોળ કરવામાં આવી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: