Home /News /national-international /Accident: ટ્રેલરની ટક્કરથી કારનો કચ્ચરઘાણ, 5 લોકોના ઘટનાસ્થળે મોત

Accident: ટ્રેલરની ટક્કરથી કારનો કચ્ચરઘાણ, 5 લોકોના ઘટનાસ્થળે મોત

આ અકસ્માત (accident)એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો

Accident News - એક ટ્રેલરે બેકાબુ બનીને કારને પોતાની ચપેટમાં લીધી, 6 લોકો ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયા

સિરોહી : રાજસ્થાનના (rajasthan)સિરોહીમાં રવિવારે ભીષણ અકસ્માતમાં (road accident) પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે અડધો ડઝન લોકો ઇજાગ્રસ્ત થયા છે. દુર્ઘટના ટ્રેલર અને કાર વચ્ચે (Trailer and car accident) અકસ્માતના કારણે બની હતી. આ અકસ્માત (accident)એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઇજાગ્રસ્તોની શિવગંજની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દુર્ઘટનાની જાણ થતા સ્થાનીય પોલીસ સિવાય પોલીસ અને પ્રશાસનના મોટા અધિકારી પણ પહોંચ્યા હતા અને રાહત કાર્ય ઝડપી બનાવ્યું હતું. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે દુર્ઘટના પાલડી એમ થાના વિસ્તારના ઉઠમન ટોલ પ્લાઝા આગળ થઇ હતી. જ્યાં એક ટ્રેલરે બેકાબુ બનીને કારને પોતાની ચપેટમાં લીધી હતી. આ કાર સિરોહીથી શિવગંજ તરફ જઇ રહી હતી. દુર્ઘટનામાં કાર સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 6 લોકો ગંભીર રુપથી ઇજાગ્રસ્ત થયા હતા.

ત્રણ મૃતકોની ઓળખ થઇ

દુર્ઘટનામાં માર્યા ગયેલા અલગ-અલગ ગામના છે. મૃતકોમાંથી ત્રણની ઓળખ થઇ છે. જેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. જોકે બે મહિલાઓની હજુ સુધી ઓળખ થઇ નથી. પોલીસ તેમના વિશે માહિતી મેળવવા લાગી ગઇ છે. દુર્ઘટના પછી ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો હતો. રસ્તા પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.

આ પણ વાંચો - કટરાની જે બસમાં આગ લાગવાથી યાત્રીઓના મોત થયા હતા, તે આતંકી હુમલો હતો, સૂત્રોનો દાવો

પાલનપુર: લકઝરી બસે ઉભેલી ટ્રકને મારી જોરદાર ટક્કર, ત્રણનાં મોત

પાલનપુરના (Palanpur accident) કાણોદર નજીક લકઝરી બસ અને ટ્રક (Bus Truck accident) વચ્ચે વહેલી સવારે ગોઝારો અકસ્માત થયો હતો. કાણોદર નજીક ઉભેલી ટ્રક પાછળ લક્ઝરી બસે ટક્કર મારતા બસમાં સવાર ત્રણ લોકોના મોત (death in accident) નીપજ્યા છે. જ્યારે 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બસ રાજસ્થાનથી અમદાવાદ આવી રહી હતી. ત્યારે આ અકસ્માત થયો છે. અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

આ અકસ્માતમાં ઇજા પામેલા મુસાફરોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ થયો હતો. ત્યારે અંધારામાં લોકોની ચિચયારીઓથી વાતાવરણ ગમગીન થયુ હતુ. અકસ્માતની જાણ થતા પોલીસ કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
First published:

Tags: Accident News, Car accident

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો