પીલીભીતમાં રોડવેઝ બસ અને પિકઅપ વાહન વચ્ચે ભીષણ ટક્કર, સાત લોકોનાં મોત, 34 ઘાયલ

અકસ્માત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા.

પીલીભીત (Pilibhit)ના પૂરનપુર વિસ્તારમાં નેશનલ હાઇવે પર આ અકસ્માત થયો છે.અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

 • Share this:
  પીલીભીત: ઉત્તર પ્રદેશના પીલીભીત (Pilibhit) ખાતે રોડવેઝની બસ (Roadways Bus) અને પિકઅપ ગાડી વચ્ચે ભીષણ ટક્કર (Road Accident) થઈ ગઈ હતી. ટક્કર બાદ રોડવેઝની બસ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં 24 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પૂરનપૂર પોલીસ સ્ટેશન હેઠળ આવતા નેશનલ હાઇવે પર આ દુર્ઘટના થઈ છે. અકસ્માતની જાણ થયા બાદ પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અકસ્માતમાં ઘાયલ તમામ લોકોને પીલીભીત જિલ્લા હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમુક લોકોને બરેલી પણ લઈ જવામાં આવ્યા છે.

  કહેવામાં આવી રહ્યું છે કે રોડવેઝની બસ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉથી પીલીભીત જઈ રહી હતી. આ દરમિયાન પૂરનપૂર વિસ્તારમાં પિકઅપ વાહન સાથે તેની ટક્કર થઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બસ રોડ પર પલટી ગઈ હતી. આ દરમિયાન એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે અન્ય છ લોકોનાં મોત હૉસ્પિટલ ખાતે થયા હતાં.

  સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું

  બીજી તરફ પીલીભીતમાં થયેલા રોડ અકસ્માત પર સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમ યોગીએ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચવાની અને ઘાયલોને શક્ય તમામ મદદ કરવાનો આદેશ આપ્યો છે.

  પોલીસના જણાવ્યા પ્રમાણે રોડવેઝની બસ મુસાફરોને લઈને લખનઉથી પીલીભીત જઈ રહી હતી. જ્યારે પીકઅપ ગાડી પૂરનપુર તરફથી આવી રહી હતી. અચાનક સોહરામઉની બૉર્ડર પર અકસ્માત થઈ ગયો હતો. અકસ્માત બાદ બસ પલટી ગઈ હતી. બસ પલટતા અનેક મુસાફરો દબાયા હત. જ્યારે પીકઅપમાં જે લોકો સવાર હતા તેમને ઈજા પહોંચી હતી. તમામને સારવાર માટે તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ સાત લોકોને મૃત જાહેર કરી દીધા હતા. નવ લોકોને જિલ્લાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અનેક લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. મૃતક અને ઘાયલોની કુલ સંખ્યા 25 થઈ છે. બાકી અમુક લોકોને નાની ઈજા પહોંચી છે. મોટાભાગના લોકો પીલીભીત અને તેની આસપાસના લોકો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: