Home /News /national-international /યુપીના કાનપુરમાં માર્ગ અકસ્માતમાં 24 લોકોના મોત, યાત્રાળુઓ ચંદ્રિકા મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યાં હતા

યુપીના કાનપુરમાં માર્ગ અકસ્માતમાં 24 લોકોના મોત, યાત્રાળુઓ ચંદ્રિકા મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યાં હતા

યુપીના કાનપુરમાં માર્ગ અકસ્માતમાં 24 લોકોન મોત

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ઘાટમપુર વિસ્તારમાં ઉન્નાવથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી ટ્રેક્ટર ટ્રોલી પલટી જતાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. જ્યારે બે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. મૃતકોમાં 11 મહિલા અને 11 બાળકોનો સમાવેશ થાય છે.

વધુ જુઓ ...
    કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ઘાટમપુર વિસ્તારમાં ઉન્નાવથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી ટ્રેક્ટર ટ્રોલી પલટી જતાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. જ્યારે બે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. મૃતકોમાં 11 મહિલા અને 11 બાળકોનો સમાવેશ થાય છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ શ્રદ્ધાળુઓ ઉન્નાવના બક્સરમાં ચંદ્રિકા દેવી મંદિરના દર્શન કરીને તેમના ગામ કોરથા પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ટ્રેક્ટર ટ્રોલી સાધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌશાળા વિસ્તાર પાસે પલટી ગઈ હતી. આ અકસ્માત બાદ ચારેબાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યાં જ પોલીસ પણ અકસ્માતની માહિતી મળતા તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક નજીકના સીએચસી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં 25 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ યાત્રિકોની સારવાર ચાલી રહી છે.



    આ ગંભીર અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 2-2 લાખની આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને આ ગમખ્વાર અકસ્માતની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ત્યાં જ રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Accident News, Accident video, Road accident

    विज्ञापन
    विज्ञापन