બાડમેર : રાજસ્થાનના (rajasthan)બાડમેર જિલ્લામાં વધુ એક વખત અકસ્માતની (accident)ઘટના સામે આવી છે. સોમવારની મધ્યરાત્રીએ જાન લઈ જતી ટ્રક અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં બોલેરોમાં સવાર 8 જાનૈયાઓના દર્દનાક મોત (Painful death) થયા છે. અકસ્માતના સમાચાર મળતા જ લગ્નવાળા ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં માર્યા ગયેલા 6 લોકોના મૃતદેહ ગુડામલાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રના શબઘરમાં જ્યારે 2 મૃતદેહો સાંચોર હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે જાલોરથી એક બોલેરો કાર ગુડામલાની પોલીસ સ્ટેશન વિસ્તારના કાધી કી ધાણી તરફ આવી રહી હતી. બોલેરોમાં કુલ 9 લોકો સવાર હતા. આ દરમિયાન બપોરે 1 વાગ્યાના સુમારે મેગા હાઈવે પર બોલેરો ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે બોલેરોમાં સવાર લગ્નના જાનૈયાઓ પૈકી 6 ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. માહિતી મળતાં જ ગુડામલાણી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલો અને મૃતકોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં સારવાર દરમિયાન વધુ 2 જાનૈયાઓના મોત થયા હતા. જ્યારે એક મહિલા હજુ પણ ગંભીર છે. ઘટનામાં બોલેરો ક્ષતિગ્રસ્ત થઈ છે, જ્યારે ટ્રક રોડના કિનારે પલટી ગયો હતો.
ટ્રક સાથે આ ભયાનક અથડામણ બાદ બોલેરોના ફુરચા ઉડી ગયા હતા. જાનમાં સામેલ લોકો કાધી કી ધાણીથી માત્ર 8 કિમી દૂર હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તમામ મૃતકો જાલોરના સાંચોર વિસ્તારના સેડિયાના રહેવાસી હતા. તેઓ બધા એક જ પરિવારના છે. અકસ્માતના સમાચાર મળતાં જ વર-કન્યા બંનેના ઘરમાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.
આ આઠ જાનૈયાઓ ગુમાવ્યો પોતાનો જીવ
અકસ્માતમાં પૂનમરામ, પ્રકાશ, મનીષ, પ્રિન્સ, ભગીરથરામ, માંગીલાલ, પ્રકાશ અને અન્ય એકનું મોત થયું છે. પોલીસે અકસ્માતગ્રસ્ત બંને વાહનો જપ્ત કર્યા છે. અકસ્માતનું કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. દુર્ઘટનાની માહિતી મળતાં જ જાનૈયાઓના પરિવારજનો ગુડામલાણી પહોંચી ગયા છે. અકસ્માતને પગલે ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ભૂતકાળમાં અનેક મોટા અકસ્માતો થયા છે. આમાં ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર