કાર પર પડ્યું માર્બલથી ભરેલ કન્ટેનર, કારમાં જ દબાઈ જવાથી 4 લોકોના મોત

કાર પર પડ્યું માર્બલથી ભરેલ કન્ટેનર, કારમાં જ દબાઈ જવાથી 4 લોકોના મોત

કારમાં સવાર રહેલા લોકો જોધપુરથી અમદાવાદ જઈ રહ્યા હતા

 • Share this:
  પાલી : રાજસ્થાનના પાલી (Pali)જિલ્લામાં શુક્રવારે એક ભીષણ અકસ્માતમાં (Road Accident)4 લોકોનાં મોત થયાં છે. રાષ્ટ્રીય રાજમાર્ગ પર ચાલુ કાર ઉપર માર્બલથી ભરેલ કન્ટેનર પડવાથી તેમાં સવાર 4 લોકોના દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા. કારમાં સવાર રહેલા લોકો જોધપુરથી અમદાવાદ જઈ રહ્યા હતા.

  પોલીસ અધિક્ષક કાલૂરામ રાવતના જણાવ્યા પ્રમાણે, ઘટના બાલરાઈ ગામ પાસે ઘટી હતી. જોધપુરથી 4 લોકો કારમાં અમદાવાદ જતા હતા. એ જ દિશામાં એક ઓપન ટ્રક પસાર થતી હતી. એમાં બે ભારે કન્ટેનર લોડ કરવામાં આવ્યાં હતાં. કન્ટેનરમાં માર્બલ ભરેલો હતો. ટ્રકચાલકે સ્પીડમાં ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે જ તેણે સામેથી બીજી ટ્રક આવતી જોઈ હતી અને ઉતાવળમાં સંતુલન ગુમાવી દીધું હતું. જેથી ટ્રક પર લોડ બંને કન્ટેનર ઉંધા પડી ગયાં હતાં, એમાંથી એક કન્ટેનર કાર ઉપર પડ્યું હતું. જેમાં 4 લોકોનો દબાઈ જવાથી મોત થયા હતા.

  આ પણ વાંચો - દાનવીરોની મહેનત રંગ લાવી, ધેર્યરાજના ખાતામાં 15.50 કરોડ રૂપિયા જમા થયા

  મૃતકોની ઓળખ ઝાલોરના ટ્રેઝરી અધિકારી મનોજ શર્મા, જોધપુરના અશ્વિની કુમાર દવે, તેમની પત્ની રશ્મી દેવી અને જોધપુરના બુધારામ પ્રજાપતના રૂપમાં થઈ છે.

  આ ઘટનામાં ટ્રેલર ચાલકની લાપરવાહી પણ જવાબદાર છે. કારણ કે તેણે ટ્રેલર પર રાખેલા કન્ટેનરને કોઈ પ્રકારથી બાંધ્યા ન હતા. જેથી આ ઘટના બની હતી.
  Published by:Ashish Goyal
  First published: