ઉજ્જૈનના મહાકાલ શિવલિંગ પર ROના પાણીથી થશે અભિષેક: SC

Network18 | News18 Gujarati
Updated: October 27, 2017, 6:52 PM IST
ઉજ્જૈનના મહાકાલ શિવલિંગ પર ROના પાણીથી થશે અભિષેક: SC
Network18 | News18 Gujarati
Updated: October 27, 2017, 6:52 PM IST
ઉજ્જૈન મહાકાલ પર અભિષેક મામલે લાંબા સમયથી ચાલેલી બબાલ પર આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, ઉજ્જૈન મહાકાલનાં શિવલિંગ પર ROનાં પાણીથી જ અભિષેક કરવામાં આવશે. અન્ય ચઢાવાથી શિવલિંગનો આકાર નાનો થઇ રહ્યો છે.

આપને જણાવી દઇએકે મંદિર તરફથી તે જ અરજી કરવામાં આવી હતી કે શિવલિંગ પર ભાતભાતનાં ચઢાવાથી તેનો આકાર નાનો થઇ રહ્યો છે તેથી તેનાં પર કંઇ એક્શન લેવામાં આવે.
જે બાદ કોર્ટે એક્સપર્ટ કમીટીનું નિર્માણ કર્યુ હતું અને તેમની તાપસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યું છે.કમિટીએ પંચામૃતની ક્વોન્ટિટી નક્કી કરવા માટે ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટે જો કે હવે મહાકાલની પૂજાના નવા નિયમોને મંજૂરી આપી દીધી છે.

અત્રે જણાવવાનું કે દેશમાં કુલ 12માંથી 7 જ્યોર્તિલિંગ એવા છે જ્યાં શ્રદ્ધાળુઓ દૂધ કે પંચામૃતથી અભિષેક કરી શકે નહીં. જેમાં ઓમ્કારેશ્વર, ધૃષ્ણેશ્વર, ત્ર્બંકેશ્વર, ભીમાશંકર, મલ્લિકાર્જૂન, કેદારનાથ અને સોમનાથ સામેલ છે. અહીં એક નક્કી ક્વોન્ટિટીમાં જ પૂજારી અભિષેક કરી શકે છે. બાકીના 5 માંથી 3 જ્યોર્તિલિંગ કાશી વિશ્વનાથ, રામેશ્વરમ અને નાગેશ્વરમાં રોક તો નથી પરંતુ શિવલિંગ ક્ષીણ ન થાય. કે અંગે સાવધાની પણ રાખવામાં આવી રહી છે.

જોકે કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા મહાકાળ મંદિર અને શિવલિંગને નુકસાનથી બચાવવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. ઉજ્જૈનના સામાજિક કાર્યકર્તા સારિકા ગુરુએ કહ્યું હતું કે ભક્તોને ગર્ભગૃહ અને શિવલિંગને સ્પર્શ કરવાની મંજૂરી હોવી જોઈએ નહીં. ઓમ્કારેશ્વર, મલ્લિકાર્જૂન, સોમનાથ જેવા અનેક જ્યોર્તિલિંગોમાં ભક્તોને ગર્ભગૃહમાં જવા દેવાતા નથી.અરજીમાં મહાકાળ પર ચઢાવવામાં આવતા જળ, પંચામૃત શ્રૃંગાર અને અનેક પૂજાની સામગ્રીઓને નુકસાન માટે જવાબદાર ગણવામાં આવી હતી. અરજી પર સુનાવણી કરતા કોર્ટે મહાકાળ મંદિર પર અભ્યાસ માટે રિપોર્ટ તૈયાર કરવા એક કમિટીનું ગઠન કર્યુ હતું. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા અને જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના અધિકારીઓની આ એક્સપર્ટ કમિટીએ ગત મહિને કોર્ટને રિપોર્ટ સોંપ્યો.

કમિટીનું માનવું હતું કે મુખ્ય શિવલિંગ અને મંદિર પરિસર હવે પોતાના મૂળ સ્વરૂપમાં નથી. અલગ અલગ કારણોસર તેમને નુકસાન પહોંચ્યું છે. કમિટીએ આ માટે ભારે ભીડ અને પૂજા  સામગ્રી તરીકે વપરાતી કેટલીક વસ્તુઓને જવાબદાર ઠેરવી હતી.

કેવી રીતે થાય છે મહાકાળની પૂજા?
પૂજારીના જણાવ્યાં મુજબ સવારે પંચામૃતથી અભિષેક થાય છે. ત્યારબાદ જળાભિષેક અને પછી ભસ્મ આરતી. રાત સુધીમાં 4 વાર અભિષેક થાય છે. શ્રદ્ધાળુઓ દિવસભરમાં અનેકવાર પંચામૃત ચઢાવે છે. ભાંગથી તેમનો શ્રૃંગાર કરવામાં આવે છે.

શું હતી કમિટીની ભલામણો?
1. જો સંભવ હોય તો પૂજારીઓ સિવાય બાકીના લોકોને ગર્ભગૃહમાં જવા દેવામાં ન આવે. જો આમ ન થઈ શકે તો લોકોની સંખ્યાને સિમિત કરી દેવામાં આવે.
2. આખો દિવસ જ્યોર્તિલિંગ પર જળ ચઢાવવાથી નુકસાન થઈ શકે છે આથી તેને સિમિત કરવામાં આવે.
3. દૂધ અને દૂધથી બનેલી ચીજો, ઘી અને મધનો ફક્ત પ્રતિકાત્મક ઉપયોગ થાય. એટલે કે સવારે થનારી ભસ્મ આરતી દરમિયાન પુજારી તેને અર્પણ કરે અને બાકીના સમયે તેના પર રોક લાગે.
4. શિવલિંગ પર ગોળ, ખાંડ જેવી ચીજોનો લેપ ન કરવામાં આવે. જો ધાર્મિક કારણોસર તેનો ઉપયોગ જરૂરી હોય તો પણ તેને ખુબ સીમિત કરવામાં આવે.
5. ફૂલ અને બિલિ પત્રનો ઉપયોગ પણ સિમિત થયા. શિવલિંગ સતત ઢંકાયેલું રહેતા તેમાં મોઈશ્ચર રહે છે. આ સાથે જ શિવલિંગ સુધી હવાનો યોગ્ય પ્રવાહ પણ પહોંચી શકતો નથી.
6. ધાતુની બાલ્ટી કે લોટાની જગ્યાએ લાકડી કે સારા પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ થાય. જેનાથી મંદિરની અંદર ફર્શ અને દીવાલોને નુકસાન પહોંચવાનું જોખમ ઓછુ થાય.
7. મંદિર પરિસરને મૂળ સ્વરૂપમાં લાવવા માટે વૈજ્ઞાનિક તરીકાઓ અપનાવવામાં આવે, મરમ્મતના કામ માટે ટાઈલ્સ જેવી આધુનિક ચીજોનો ઉપયોગ ન કરવામાં આવે.
8. તમામ મૂર્તિઓ અને પુરાતાત્વિક મહત્વની ચીજોનું સંરક્ષણ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે.
First published: October 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर