ઘાસચારા કૌભાંડઃ દુમકા કેસમાં લાલુ દોષી જાહેર, જગન્નાથ મિશ્ર છૂટી ગયા

News18 Gujarati
Updated: March 19, 2018, 2:29 PM IST
ઘાસચારા કૌભાંડઃ દુમકા કેસમાં લાલુ દોષી જાહેર, જગન્નાથ મિશ્ર છૂટી ગયા

  • Share this:
ઘાસચારા કૌભાંડના દુમકા કોષાગાર કેસમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદને દોષી જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રને છોડી મૂકવામાં આવ્યા છે. આ પહેલા લાલુ પ્રસાદ યાદવને સીબીઆઈ કોર્ટ લઈ જવામાં આવ્યા હતા અને નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. ગત 17 માર્ચના રોજ જેલમાં તબીયત બગડ્યા બાદ આરજેડી પ્રમુખને રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શું છે દુમકા કોષાગાર (ખજાનો/ભંડાર) કેસ

દુમકામાં પશુપાલન પદાધિકારીઓ, સંસ્થાના અધિકારીઓ અને રાજકીય નેતાઓની સાંઠગાંઠથી સપ્લાયરોએ 96 બોગસ વાઉચર બનાવીને ડિસેમ્બર 1995થી જાન્યુઆરી 1996 દરમિયાન સરકારી તિજોરીમાંથી ત્રણ કરોડ 76 લાખની રકમ ગેરકાયદે રીતે કાઢી હતી. આ રકમ જિલ્લાના ગામડાઓના પશુઓની ખાદ્ય સામગ્રી, દવા તેમજ કૃષિ ઓજારોના નામ પર કાઢવામાં આવી હતી. જ્યારે એ સમયે નાણા ફાળવણીની મહત્તમ મર્યાદા ફક્ત એક લાખ અને 50 હજાર હતી.

49 આરોપીઓમાંથી 14નાં થઈ ચુક્યા છે મોત

આ કેસ આશરે 22 વર્ષ સુધી સીબીઆઈ કોર્ટમાં ચાલ્યો હતો. સુનાવણી દરમિયાન સીબીઆઈએ 49 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈએ આ કેસમાં 200 સાક્ષીઓને રજૂ કર્યા હતા. 49 આરોપીઓમાંથી ત્રણ સરકારી સાક્ષી બની ગયા હતા. જેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે, જ્યારે દુમકાના તત્કાલિકન કમિશ્નર એસએન દુબે પર લાગેલા આરોપ ઉપલી કોર્ટે રદ કર્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાયલ દરમિયાન 14 આરોપીઓનાં મોત થઈ ચુક્યા છે. આ કેસમાં સંયુક્ત બિહારના બે પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્ર સહિત કુલ 31 આરોપી છે. આરોપીઓમાં પૂર્વ સાંસદ, ડો. આરકે રાણા, પૂર્વ મંત્રી વિદ્યાસાગર નિષાદ, તત્કાલિન લોક રેખા સમિતિના અધ્યક્ષ ધ્રુવ ભગત તેમજ જગદીશ શર્માના નામ સામેલ છે.દેવધર અને ચાઈબાસા કેસમાં ભોગવી રહ્યા છે સજા

ઘાસચારા કૌભાંડમાં દેવધર અને ચાઈબાસા કેસમાં લાલુ પ્રસાદ યાદવ હાલ સજા ભોગવી રહ્યા છે. દેવધર કેસમાં તેમને સાડા ત્રણ વર્ષ અને ચાઈબાસા કેસમાં પાંચ વર્ષની સજા ભોગવી રહ્યા છે.

સીબીઆઈ કોર્ટનો નિર્ણય

લાલુ પ્રસાદ યાદવ- દોષી
જગન્નાથ મિશ્ર- નિર્દોષ
ધ્રુવ ભગત- નિર્દોષ
લાલ મોહન પ્રસાદ- નિર્દોષ
મનોરંજન પ્રસાદ - દોષી
એમસી વેદી - દોષી
નિહાલ ચંદ્ર સુવર્ણો - નિર્દોષ
અજીત કુમાર શર્મા- દોષી
નંદ કિશોર પ્રસાદ - દોષી
અરુણ કુમાર સિંહ- દોષી
ઓપી દિવાકર - દોષી
રાધા મોહન મંડલ- દોષી
પૂર્વ મંત્રી વિદ્યા સાગર નિષાદ- નિર્દોષ
First published: March 19, 2018, 2:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading