છોકરી સાથે બળજબરીથી નાચતા દેખાયા બિહારના ધારાસભ્ય

છોકરી સાથે બળજબરીથી નાચતા દેખાયા બિહારના ધારાસભ્ય
આરજેડી ધારાસભ્ય

આરજેડીના ધારાસભ્ય છોકરીના ખભા પર હાથ મૂકીને નાચતા દેખાય, છોકરી વારે વારે હાથ છોડાવવાનો પ્રયાસ કરતી રહી.

 • Share this:
  મણિપુરમાં સ્ટડી ટૂર પર ગયેલા રાષ્ટ્રીય જનતા દળ (RJD) બિહારના એક ધારાસભ્ય ભારત-મ્યાનમાર સરહદ પર મોરેહ શહેરમાં એક યુવતી સાથે બળજબરીથી ડાન્સ કરતા કેમેરામાં કેદ થયા છે. આ સ્ટડી ટૂરમાં ફક્ત આરજેડીના જ નહીં પરંતુ જેડીયૂ અને બીજેપીના ધારાસભ્યો પણ સામેલ હતા.

  ઇમ્ફાલ ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે બિહારના ધારાસભ્ય યુવતીના ખભા પર હાથ રાખતા જોવા મળે છે, જ્યારે યુવતી તેનો હાથ વારે વારે હટાવવાનો પ્રયાસ કરે છે. તેની સાથે ચાર અન્ય લોકો પણ હાજર છે. વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય છોકરી સાથે દિવસના અંજવાળામાં નાચતા નજરે પડે છે. નાચતી વખતે તેઓ અચાનક પલટે છે અને ત્યાં હાજર છોકરીને બાથમાં લેવાનો પ્રયાસ કરે છે.  ધારાસભ્ય યદુવંશ કુમાર યાદવ અન્ય ત્રણ ધારાસભ્યો સાથે પહેલી જૂનના રોજ બિહાર વિધાનસભાની આંતરિક સંસાધન અને કેન્દ્રીય સહાયતા સમિતિના સભ્ય તરીકે મોરેહના પ્રવાસે ગયા હતા.  પિપરા(સુપૌલ) વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તેમજ સમિતિના અધ્યક્ષ એવા યાદવે ધારાસભ્યોની ટીમનું નેતૃત્વ કર્યું હતું. યાદવ ઉપરાંત ભાજપના ધારાસભ્ય સચિન પ્રસાદ સિંહ, જેડીયૂના ધારાસભ્ય રાજ કુમાર રાય અને રાજદના અન્ય એક ધારાસભ્ય રાજા પાકર પ્રવાસમાં સામેલ હતા.

  આ ધારાસભ્યો એનડીએ સરકારની ઇસ્ટ એક્ટ નીતિ અંતર્ગત કરવામાં આવેલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરવા માટે મણિપુરના પ્રવાસે ગયા હતા.

  ઇમ્ફાલ ટાઇમ્સના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ધારાસભ્યોને મણિપુર વિધાનસભાના કર્મચારી માર્ગદર્શન આપી રહ્યા હતા. જોકે, હજુ સુધી એવું સ્પષ્ટ નથી થયું કે વીડિયોમાં જોવા મળતા પુરુષો સમિતિના અન્ય સભ્યો છે કે નહીં. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છોકરીની ઉંમર ઓછી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:June 10, 2019, 10:16 am