તેજસ્વીએ કહ્યુંઃ રાહુલ ગાંધીમાં સારા PM બનવાના તમામ ગુણ પરંતુ...

News18 Gujarati
Updated: January 28, 2019, 7:30 AM IST
તેજસ્વીએ કહ્યુંઃ રાહુલ ગાંધીમાં સારા PM બનવાના તમામ ગુણ પરંતુ...

  • Share this:
બિહારના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી અને રાજદ પ્રમુખ લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીમાં એક સારા વડાપ્રધાન બનવા માટે જરૂરી તમામ ગુણ છે. તેમના નેતૃત્વ પર સવાલ ન ઉઠાવવા જોઇએ. જો કે તેઓએ કહ્યું કે વડાપ્રધાન કોણ બનશે તેનો નિર્ણય સામાન્ય ચૂંટણી બાદ મહાગઠબંધનના તમામ દળ સાથે મળીને લેશે. સાથે જ તેઓએ ભાજપ પર કોંગ્રેસ નેતાની છબી બગાડવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવાનો પણ આરોપ લગાવ્યો.

તેજસ્વીએ કહ્યું કે રાહુલ ગાંધી પોતાની સામે ચલાવવામાં આવેલા નકારાત્મક અભિયાન બાદ પણ પોતાની દ્રઢતા, દયાલુ અને મોટા હ્યદયથી લોકોનું દિલ જીત્યું છે.

ભાજપ પર પ્રહાર કરતાં તેજસ્વી યાદવે કહ્યું કે લોકતંત્ર હંમેશા લોક-કેન્દ્રીત હોય છે, જે વ્યક્તિ-કેન્દ્રીત હોતો નથી. અમે સરકારનું તાનાશાહીવાળું રૂપ નથી ઇચ્છતા.વર્તમાનમાં ભાજપ વ્યક્તિ પુજાથી પીડિત છે. અમે આવી સંસ્કૃતિને નથી ઇચ્છતા.

તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ત્રણ પ્રમુખ રાજ્ય રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જીતે પાર્ટી અને 69 ટકા મતદાતાઓના મનમાં આત્મવિશ્વાસ અને ઉર્જાની ભાવના ભરી દીધી છે. તેઓ ભારતની સૌથી જૂની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને છેલ્લા 15 વર્ષથી સંસદ સભ્ય છે. સાથે એ પણ ભૂલવું ન જોઇએ કે તેમની પાર્ટીમાંથી દેશમાં પાંચ મુખ્યમંત્રી છે અને તેઓ નેતૃત્વ કરી રહ્યાં છે. આથી નેતૃત્વ અને ગુણો પર કોઇ સવાલ ઉઠવા જોઇએ નહીં.
First published: January 27, 2019, 7:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading