Home /News /national-international /

લાલુ યાદવના પુત્ર તેજપ્રતાપની જાહેરાત, બનાવશે અલગ રાજકીય પાર્ટી

લાલુ યાદવના પુત્ર તેજપ્રતાપની જાહેરાત, બનાવશે અલગ રાજકીય પાર્ટી

ફાઇલ તસવીર: તેજપ્રતાપ યાદવ

તેજપ્રતાપે કહ્યું કે, જો તેમની વાત માનવામાં નહીં આવે તો તે કોઇપણ મોટું પગલું ભરી શકે છે

  ન્યૂઝ18 ગુજરાતી: આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે જાહેરાત કરી છે કે, તે નવી રાજકીય પાર્ટી બનાવશે. તેજપ્રતાપે કહ્યું કે, જો તેમની વાત માનવામાં નહીં આવે તો તે કોઇપણ મોટું પગલું ભરી શકે છે.

  તેજપ્રતાપ યાદવ પાર્ટી અને પરિવારથી નારાજ છે. તેમની જીદ હતી કે તેમની પસંદના બે ઉમેદવારોને પણ લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવી જોઇએ. આ જીદને લઇને તેઓ કોઇની પણ વાત સાંભળી રહ્યાં નથી. પાર્ટીમાં આ વાતને લઇને નેતાઓમાં રોષ છે. આરજેડી નેતા શિવાનંદ તિવારીએ કહ્યું કે,  તેજપ્રતાપની જીદની અસર આવનારી ચૂંટણી પર પણ પડશે.

  આ પહેલાં તેમણે કહ્યું હતું કે, જો તેમની પસંદગીના ઉમેદવારોને ટિકિટ નહીં આપવામાં આવે તો તે ઉમેદવારો એ સીટ પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે. સાથે જ તેજપ્રતાપે કહ્યું હતું કે, તેમની જીત માટે તે દરેક સંભવ પ્રયાસ કરશે.

  આ પણ વાંચો: એર સ્ટ્રાઇકથી લઈને મહાગઠબંધન સુધી- એજન્ડા ઈન્ડિયામાં અમિત શાહે કહી આ ખાસ વાતો

  ઉપરાંત તેજપ્રતાપ તેમના સસરા ચંદ્રિકા રાયને સારણ સીટ પરથી ટિકિટ આપવામાં આવતાં નારાજ છે. તેજપ્રતાપે કહ્યું હતું કે, તે આ નિર્ણયને લઇને પણ નારાજ છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Announce, Lok sabha election 2019, Tej pratap

  આગામી સમાચાર