Home /News /national-international /

અચાનક એક્ટિવ કેમ થયો લાલુપુત્ર તેજપ્રતાપ, કોનો છે સપોર્ટ?

અચાનક એક્ટિવ કેમ થયો લાલુપુત્ર તેજપ્રતાપ, કોનો છે સપોર્ટ?

    લાલુ પ્રસાદ યાદવનો મોટો પુત્ર તેજપ્રતાપ અચાનક રાજનીતિમાં એક્ટિવ થયો છે. તે સતત પાર્ટી કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી ગરીબોના હાલચાલ પૂછતો નજરે પડી રહ્યો છે. જનતા દરબાર યોજી સામાન્ય લોકોની સમસ્યા જાણી આશ્વાસન આપી રહ્યો છે. તેજપ્રતાપનો અંદાજ એકદમ લાલુપ્રસાદ યાદવની જેમ જ છે. ત્યારે અચાનક તેજપ્રતાપના એક્શનથી બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

    YearEnder2018: વર્ષની 30 સૌથી રોમાંચક KISS

    થોડા દિવસ પહેલા જ તેજપ્રતાપે કહ્યું હતું કે પાર્ટીની કમાન તેઓ પોતાના હાથમાં રાખવા ઇચ્છે છે. આ નિવેદનથી લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવને પણ વિચારતો કર્યો હતો. ત્યારે અહીં સવાલ એ થાય છે કે તેજપ્રતાપ અચાનક એક્ટિવ થવા પાછળનું કારણ શું છે અને તેની પાછળ કોનો સપોર્ટ છે.

    છેલ્લા કેટલાક દિવસથી લાલુ પરિવારથી નારાજ સાધુ યાદવ અને સુભાષ યાદવ લાલુ પરિવારની નજીક આવ્યા છે. સાધુ યાદવ તો જાહેરમાં કહી રહ્યાં છે કે તેજસ્વી યાદવ અહંકારી થઇ ગયા છે. પોતાના મોટાભાઇ તેજપ્રતાપને દગો આપી રહ્યાં છે. તેજસ્વી યાદવના વિરોધ વચ્ચે સાધુ યાદવે કહ્યું કે તેજપ્રતાપ સાથે અન્યાય થઇ રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે તેજપ્રતાપ યાદવે જ્યારે બે દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં ઘેરાવ કર્યો હતો ત્યારે સાધુ યાદવ પણ તેનો સાથ આપવા પહોંચ્યો હતો. બીજી બાજુ તેજપ્રતાપના બીજા મામા સુભાષ યાદવે કહ્યું હતું કે જ્યારે રાબડી દેવી બિહારના મુખ્યમંત્રી બની શકે છે તો તેજપ્રતાપમાં યોગ્યતા છે કે તેઓ પાર્ટી સંભાળી શકે. પરંતુ તેજપ્રતાપને પાર્ટી સોંપવામાં બધાને શું વાંધો છે ?

    તેજપ્રતાપને લઇને પરિવારથી લઇને પાર્ટીમાં તકરાર ચાલી રહી છે તે જગજાહેર છે, એવામાં બંને મામાની એન્ટ્રીથી આગમાં ઘી હોમવાનું કામ થઇ રહ્યું છે. તેજપ્રતાપ માટે સાધુ-સુભાષનો વધતો પ્રેમ લાલુ પરિવાર અને પાર્ટી માટે ખતરનાક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવામાં તેજપ્રતાપ યાદવની આગામી રણનીતિ પરથી જાણી શકાશે કે શું પાર્ટીમાં બધુ બરાબર છે કે લાલુ પરિવારમાં હક ની લડાઇ માટે આરજેડીમાં ભાગલા પડી ગયા છે ?
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Tej Pratap Yadav

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन