Home /News /national-international /તેજપ્રતાપને રાજનીતિથી થયો મોહભંગ, દ્વારકા જવાની વ્યક્ત કરી ઇચ્છા

તેજપ્રતાપને રાજનીતિથી થયો મોહભંગ, દ્વારકા જવાની વ્યક્ત કરી ઇચ્છા

આજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને પૂર્વ મંત્રી તેજપ્રતાબ યાદવને રાજનીતિથી મોહભંગ થયો હોવાનો સંકેત આપ્યો છે.

આજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને પૂર્વ મંત્રી તેજપ્રતાબ યાદવને રાજનીતિથી મોહભંગ થયો હોવાનો સંકેત આપ્યો છે.

  આજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને પૂર્વ મંત્રી તેજપ્રતાબ યાદવને રાજનીતિથી મોહભંગ થયો હોવાનો સંકેત આપ્યો છે. શનિવારે તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, મારું વિચારવું છે કે, અર્જૂનને હસ્તિનાપુરની ગાદી ઉપર બેસાડું અને પોતે દ્વારકા જતો રહું. પરંતુ કેટલાક લોકોને કષ્ટ છે કે ક્યાંક હું કિંગ મેકર ન કહેવડાવા લાગું.. રાધે રાધે..

  આ ટ્વિટ પછી એવું માનવામાં આવી રહ્યું છે કે, રાજનીતિમાં પોતાના નાના ભાઇ તેજસ્વી યાદવને આગળ કરવા માંગે છે. જોકે, આ મુદ્દે તેમને અને તેમના પરિવારના કોઇપણ સભ્ય તરફથી કોઇ જ પ્રતિક્રિયા નથી મળી રહી. તેજપ્રતાપે પોતાની ટ્વીટમાં તેજસ્વીને મગધની જગ્યાએ હસ્તિનાપુરની ગાદી અપાવડાવાની વાત કરી છે. આવામાં તેમનો ઇશારો 2019માં થનારી ચૂંટણી અને દિલ્હીની ગાદી તરફ છે.  લાલુના મોટા પુત્ર રાધા-કૃષ્ણનો મોટો ભક્ત છે. પોતાના નાનાભાઇ તેજસ્વી યાદવની જેમ રાજનીતિમાં વધારે સક્રિય રહેતા નથી. જાહેરજીવનમાં તે ખુબ જ મિલનસાર છે. તે હંમેશા અલગ અલગ રૂપમાં જોવા મળશે છે. જાહેરજીવનમાં પણ તેઓ પોતાને કૃષ્ણનું સ્વરૂપ તરીકે જ રજૂ કરે છે. લાલુના બંને પુત્રોમાં તેજસ્વી પ્રસાદ યાદવ રાજનીતિમાં સૌથી વધારે સક્રિય રહે છે.

  તેનાથી ઉંધુ તેજપ્રતાપ યાદવ ક્યારેક પોતાના વિવાદિત નિવેદનો તો ક્યારેક પોતાના પિતાના અંદાજમાં લોકોને હંસાવવા માટે ચર્ચામાં રહ્યા છે. લગ્નના તાંતણે બંધાયેલા તેજ પ્રતાપે શનિવારે કરેલા ટ્વિટના માધ્યમથી પોતાને ભગવાન કૃષ્ણ ગણાવવા માંગે છે. જ્યારે પોતાના નાના ભાઇ તેજસ્વીને અર્જૂન ગણાવે છે. તેમના આ ટ્વિટ બાદ રાજનીતિમાં ધારણાઓ લગાવવાનું શરૂ થઇ ગયું છે.
  Published by:Ankit Patel
  First published:

  Tags: Tejpratap-yadav

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन