રાંચી: ઘાંસચારા ગોટાળા (Bihar Fodder Scam)માં એક વર્ષથી વધારે સમયથી જેલમાં રહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ (RJD chief Lalu Prasad Yadav)ને આજે ઝારખંડ હાઈકોર્ટે જામીન આપી દીધી છે. આ નિર્ણય સાથે જ લાલુ યાદવનો જેલમાંથી બહાર આવવાનો માર્ગ મોકળી થઈ ગયો છે. દુમકા કોષાગારમાં ગરબડ (Dumka Treasury Case) મામલે આ પહેલા પણ અનેક વખત લાલુની જામીન પર સુનાવણી થઈ ગઈ છે. ચારા ગોટાળાના આ કેસમાં દુમકા કોષાગારમાંથી 3.13 કરોડ રૂપિયાની ગેરકાયદે ઉચાપત મામલમાં હાઇકોર્ટે લાલુ પ્રસાદ યાદવને જામીન આપી દીધા છે. આરજેડી પ્રમુખના વકીલ દેવર્ષિ મંડલના જણાવ્યા પ્રમાણે કોરોના સંક્રમણના જોખમ વચ્ચે લાલુ યાદવાની જામીન અરજીની સુનાવણી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થઈ હતી.
ઝારખંડ હાઇકોર્ટમાં જસ્ટિસ અપરેશ સિંહની કોર્ટે દુમકા કોષાગાર મામલાની સુનાવણી બાદ આરજેડી પ્રમુખને જામીન આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટમાં કેસ નંબર RC 38ની સુનાવણી આજે થઈ હતી. દુમકા કોષાગારમાંથી ત્રણ કરોડથી વધારેની રકમ ગેરકાયદે રીતે કાઢવાના કેસ પહેલા ચાઈબાસા અને દેવઘર કેસમાં લાલુ પ્રસાદને પહેલા જ જામીન મળી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે દુમકા કોષાઘાર ગોટાળા મામલે આ પહેલા પણ કોર્ટમાં સુનાવણી ચાલી હતી, પરંતુ કોર્ટે રાહત આપાનો ઇન્કાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં પિતા લાલુ યાદવની જેલ મુક્તિ માટે દીકરી રોહિણી આચાર્યએ રોજા રાખ્યા હતા. રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયાના મધ્યામથી કહ્યુ હતુ કે, રમઝાન મહિનામાં તેણી પોતાના પિતાની જેલ મુક્તિ માટે રોજા રાખશે. જે બાદમાં લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે પિતાની ઝડપથી મુક્તિ થાય તે માટે નવરાત્રિના પ્રસંગે દેવી પૂજા શરૂ કરી હતી.
આ ઉપરાંત લાલુ પ્રસાદના નાના પુત્ર અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ દેવધર પહોંચ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઝારખંડની મધુપુરા વિધાનસભા બેઠક પર યોજાઈ રહેલી પેટાચૂંટણીના પ્રચાર માટે પહોંચેલા તેજસ્વી યાદવે બાબાધામમાં ભગવાન બૈધનાથના દર્શન કરીને પિતાની મુક્તિની કામના કરી હતી.
આ શરતો પર મળ્યાં જામીન
કોર્ટે લાલુ યાદવને જામીન આપવા માટે કેટલીક શરતો મૂકી છે. જે પ્રમાણે લાલુ યાદવે જેલ બહાર આવવા માટે એક રૂપિયાનો બોન્ડ ભરવો પડશે. તેઓ ઝારખંડ હાઇકોર્ટના આદેશ વગર ભારત બહાર નહીં જઈ શકે. તેઓ કોર્ટમાં જાણ કર્યાં વગર પોતાનું સરનામું અને ઠેકાણું પણ નહીં બદલી શકે. લાલુ યાદવ કોર્ટની મંજૂરી વગર પોતાનો મોબાઇલ નંબર પણ નહીં બદલી શકે.
લાલુ યાદવ હાલ નવી દિલ્હીની AIIMS ખાતે સારવાર કરાવી રહ્યા છે. આશરે અઢી વર્ષ સુધી રિમ્સ રાંચી ખાતે સારવાર કરાવ્યા બાદ ગત જાન્યુઆરીમાં તેમની તબિયત લથડી હતી. છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફને પગલે તેમને ગત 23 જાન્યુઆરી, 2021ના રોજ રિમ્સમાંથી એમ્સ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર