Home /News /national-international /બિહારની બાહુબલી સીટ: બે દબંગ નેતાઓની પત્નીઓ વચ્ચેની ટક્કરમાં ભાજપની હાર, RJDની જીત

બિહારની બાહુબલી સીટ: બે દબંગ નેતાઓની પત્નીઓ વચ્ચેની ટક્કરમાં ભાજપની હાર, RJDની જીત

બિહારની બાહુબલી સીટ પર નીલમ દેવીની જીત

બિહારની બે સીટો માટે પેટાચૂંટણીમાં મોકામા સીટના પરિણામ આવી ગયા છે. બિહારની હોટ સીટ કહેવાતી મોકામા વિધાનસભા વિસ્તારથી બાહુબલી અનંત સિંહની પત્ની નીલમ દેવીએ ચૂંટણી જીતી લીધી છે.

    પટના: બિહારની બે સીટો માટે પેટાચૂંટણીમાં મોકામા સીટના પરિણામ આવી ગયા છે. બિહારની હોટ સીટ કહેવાતી મોકામા વિધાનસભા વિસ્તારથી બાહુબલી અનંત સિંહની પત્ની નીલમ દેવીએ ચૂંટણી જીતી લીધી છે. જો કે, તેની ઔપચારિક જાહેરાત બાકી છે. નીલમ દેવી મોકામાથી મહાગઠબંધન અંતર્ગત રાજદના ઉમેદવાર હતા. તેમણે ભાજપના મહિલા ઉમેદવાર સોનમ દેવીને 16752 મતથી હરાવ્યા છે.

    19માં રાઉન્ડની ગણતરી બાદ સામે આવેલા આંકડા અનુસાર મતગણતરીમાં નીલમ દેવીને 73893 વોટ મળ્યા છે, જ્યારે તેમની હરીફ રહેલા ભાજપના સોનમ દેવીને 57141 વોટ મળ્યા હતા. સોનમ દેવી મોકામાના અન્ય એક બાહુબલી લલન સિંહની પત્ની છે. હકીકતમાં ચૂંટણી પહેલા જ માનવામાં આવતું હતું કે, તે પોતાના પતિ અને રાજદ ધારાસભ્ય રહેલા અનંત સિંહની સીટથી તેમની પત્ની નીલમ દેવી ચૂંટણી જીતીને મોકામાથી જીતનો સિલસિલો ચાલુ રાખશે. પણ આ તમામની વચ્ચે ભાજપે અન્ય એક બાહુબલી લલન સિંહની પત્ની સોનમ સિંહને મેદાનમાં ઉતારીને મામલો રસાકસીવાળો કરી દીધો હતો.

    આ પણ વાંચો:  ચૂંટણી પંચની મોટી જાહેરાત, આ 6 રાજ્યોમાં પેટાચૂંટણીની તારીખો જાહેર કરી

    રવિવારે જ મતની ગણતરીમાં શરુઆતથી મોકામા ચૂંટણીમાં અનંત સિંહની પત્ની નીલમ દેવી લીડ સાથે આગળ વધી રહ્યા હતા અને અંતિમ રાઉન્ડની ગણતરીમાં નજીકના હરીફ સોનમ દેવીને લગભગ 17000 મતોથી હરાવીને મોકામા સીટ પર કબ્જો કરી લીધો છે. નીલમ દેવીની જીત બાદ પટના સ્થિત તેમના આવાસ પર સમર્થકોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો.

    આપને જણાવી દઈએ કે, અનંત સિંહ એક કેસમાં દોષિત ઠરતા તેમનું વિધાનસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે. પેટાચૂંટણીમાં અનંત સિંહ તેમની પત્ની નીલમ દેવીને ઊભા રાખ્યા હતા, જેમાં તેમણે મોટી જીત મેળવી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: By election

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन