Home /News /national-international /

Exit Poll પોલની ઝલક જોઈને RJDએ આપી સલાહ, જીત ઉપર સરઘસ નહીં, ફટાકડા પણ ન ફોડવા

Exit Poll પોલની ઝલક જોઈને RJDએ આપી સલાહ, જીત ઉપર સરઘસ નહીં, ફટાકડા પણ ન ફોડવા

ફાઈલ તસવીર

રાજદના દરેક કાર્યકર્તા યાદ રાખે કે 10 નવેમ્બરે ચૂંટણી પરિણામ કોઈપણ આવે પરંતુ સંયમ, સાદગી અને શિષ્ટાચારનો સ્વીકાર કરે.

  પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly elections) માટે થયેલા મતદાન બાદ હવે દેશભરની નજર 10 નવેમ્બરે આવનારા પરિણામો ઉપર ટકી છે. શનિવારે અંતિમ તબક્કાનું મતદાન પુરું થયું છે. ત્યારબાદ એક્ઝિટ પોલમાં મહાગઠબંધનની જીતનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જેને લઈને સિયાસી દળો માટે નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. પરંતુ આ વચ્ચે એક્સિઝ પોલના પરિણામોના આધારે રાષ્ટ્રીય જનતા દળે (RJD) મતગણનાના પરિણામોને (Bihar Chunav counting) ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દીધી છે.

  બિહાર ચૂંટણીમાં આરજેડીની જીતની સંભાવનાઓને જોતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહએ (Jagdanand Singh) આજે કાર્યકર્તાઓ માટે દિશા નિર્દેશ રજૂ કર્યા હતા. આ અંતર્ગત કાર્યકર્તાઓને પાર્ટીના ઉમેદવારોને કહ્યું હતું કે, જીતને લઈને કોઈ સરઘસ ન કાઢવું અને ફટાકડા ન ફોડવા.

  ન્યૂઝ18 સાથે વાતચીત કરતા રાજદ પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે કહ્યું કે કાર્યકર્તાઓને રસ્તા ઉપર ફટાકડા ન ફોડવા તેમજ સરઘસ ન કાઢવા માટે કહ્યું છે. જે પણ જનાદેશ મળશે. એ જનતાનો જનાદશે છે.

  આ પણ વાંચોઃ-જૂનાગઢના ખેડૂતની સિદ્ધિઃ ઓછા ખર્ચમાં તૈયાર કર્યું જોરદાર મશીન, મૃત જમીનમાં પુરે છે જીવ, ખેતીમાં મળે છે બંપર ઉત્પાદન

  આવી સ્થિતિમાં પાર્ટીના કોઈ પણ નેતા અને કાર્યકર્તાઓ રસ્તા ઉપર હુડદંગ ન મચાવે. પાર્ટીની આસ્થા લાલૂ યાદવમાં છે. વ્યવસ્થાની જવાબદારી તેજસ્વી યાદવને જનતાને આપવા જઈ રહી છે. એટલા માટે લાલૂ યાદવ જ્યારે જેલમાંથી બહાર આવશે ત્યારે પાર્ટી હોળી-દિવાળી મનાવશે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 6 વર્ષના બાળકે રમતા રમતા બેટરીનો સેલ નાકમાં નાંખ્યો, પાંચ મહિને બહાર કઢાયો

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! 90 કલાક સુધી ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન, બોરવેલમાં પડેલો પાંચ વર્ષનો પ્રહલાદ જિંદગીની જંગ હરી ગયો

  આરજેડીએ પાર્ટીના કાર્યકર્તાઓ માટે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા ટ્વિટ કરીને આદેશ રજૂ કર્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજદના દરેક કાર્યકર્તા યાદ રાખે કે 10 નવેમ્બરે ચૂંટણી પરિણામ કોઈપણ આવે પરંતુ સંયમ, સાદગી અને શિષ્ટાચારનો સ્વીકાર કરે. અનુચિત આતિશબાજી, હર્ષ ફાયરિંગ, પ્રતિદ્વંદ્ધિયો અથવા તેમના સમર્થક સાથે અશિષ્ટ વ્યવહાર વગેરે કોઈ જ કિંમતે ન થવું જોઈએ.  ઉલ્લેખનીય છે કે 10 નવેમ્બરે બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવશે. આ પહેલા તેજસ્વી યાદવેનો જન્મદિવસ પણ છે. તેઓ કાલે 31 વર્ષના થશે. એટલા માટે પાર્ટીએ નિર્દેશ આપ્યો છે કે તેજસ્વી દર વર્ષે જેવી રીતે પોતાનો જન્મ દિવસ મનાવે છે આ વર્ષે એવી રીતે જ મનાવશે.
  Published by:ankit patel
  First published:

  Tags: આરજેડી`, એક્ઝિટ પોલ

  આગામી સમાચાર