ઝુંઝુનૂં : ઝુંઝુનૂં જિલ્લાના ખેતડી વિસ્તાર (Khetari town)માં પહાડોની વચ્ચે 56 વર્ષ જૂની નદી સોનું ઉત્પન્ન (River Produced Gold)કરી રહી છે. નદી (river)એટલી ઊંડી છે કે તેમાં અનેક પહાડો ડૂબી ગયા છે. છેલ્લા પાંચ દાયકામાં અહીંયાથી અનેક મેટલ્સ નીકળ્યા છે. આ વિસ્તારની માટી સોના (Gold)ના ભાવે વેચાઈ રહી છે. 8 કિલોમીટર સુધી ફેલાયેલી માટીની કિંમત રૂ. 250 કરોડ સુધી પહોંચી ગઈ છે. એક વિદેશી એજન્સીના સર્વે (Survey)માં આ જમીનમાં સોનુ હોવાની પુષ્ટી કરવામાં આવી છે.
હિન્દુ ન્યૂઝ પોર્ટલ દૈનિક ભાસ્કરમાં છપાયેલ એક રિપોર્ટ અનુસાર નદી બનવાની કહાની ખૂબ જ રસપ્રદ છે. કોપર માઈન્સમાંથી નીકળતા તાંબાના વેસ્ટને પાઈપની મદદથી છોડવામાં આવે છે. ધીરે ધીરે અહીંયા સોના ચાંદીના અનેક મિનરલ્સ જમા થઈ ગયા અને નદી બની ગઈ. હવે આ કચરાની કિંમત કરોડોમાં બોલાઈ રહી છે.
ખેતડીમાં 10 કિલોમીટર લાંબી પાઈપલાઈનમાંથી કચરો આવે છે
જિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન બ્યૂરો ઓફ માઈન્સના જિયોલોજીસ્ટે ખેતડીની કોપર માઈન્સની શોધ કરી હતી. HCL કંપનીએ આ ખાણમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યાં દરરોજ કરોડો રૂપિયાનું તાંબુ નીકળે છે. કંપનીના અધિકારીઓ અનુસાર KCC માં તાંબુ નીકળ્યા બાદ વધેલા કચરાને ટેલિંગ ડેમમાં એકત્રિત કરવામાં આવે છે. કોપર કાઢવાની પ્રક્રિયામાં 90 ટકા વેસ્ટ થઈ જાય છે. આ વેસ્ટને ટેલિંગ કહેવામાં આવે છે. દર વર્ષે અહીંયા 30 લાખ ટન ટેલિંગ જમા થઈ રહ્યું છે અને તે એકદમ કઠ્ઠણ માટી બની રહ્યું છે.
પૈસા ન હોવાને કારણે કંપનીના અનેક પ્રોજેક્ટ બંધ થઈ ગયા છે
પૈસાની કમીને કારણે કંપનીના અનેક પ્રોજેક્ટ બંધ થઈ ગયા છે, પરંતુ 56 વર્ષથી વેસ્ટ નીકળી રહ્યું છે. આજની તારીખ સુધીમાં રોજ 30 ટન વેસ્ટ કાઢવામાં આવી રહ્યું છે, જેની કિંમત રૂ. 202 ટન સુધી લાગી ચૂકી છે. કિંમતી ધાતુઓને કારણે જમા થયેલ માટીની કિંમત રૂ. 250 કરોડ આંકવામાં આવી રહી છે. કોપર માઈન્સના અધિકારીઓ અનુસાર આ માટી અને વેસ્ટ વેચવામાં આવે તો, બંધ થયેલ પ્રોજેક્ટ ફરી શરૂ થઈ શકશે. આ વેસ્ટની તપાસ એક ચીનની કંપની દ્વારા કરવામાં આવી છે. આ તપાસ પરથી જાણવા મળ્યું હતું કે, નદીમાં અનેક પ્રકારની કિંમતી ધાતુઓ રહેલી છે.
કોપરના કચરામાં સોના સહિત 16 કિંમતી ધાતુઓ રહેલી છે
નદીમાં રહેલ વેસ્ટ થયેલ સર્વેમાં અનેક બાબતો સામે આવી છે. વેસ્ટમાં કોપર 0.13%, આયર્ન 16.96%, સલ્ફર 1.31%, એલ્યુમિનિયમ 4.53%, સિલિકા 73.54%, કેલ્શિયમ 0.7%, મેગ્નીશિયમ 1.65 પીપીએમ, કોબાલ્ટ 40 પીપીએમ, નિકલ 29 પીપીએમ, લેડ 17 પીપીએમ, ઝિંક 36 પીપીએમ, મેંગેનીઝ 890 પીપીએમ, સિલ્વર 5.9 પીપીએમ, સોનુ 0.18 પીપીએમ, સિલિનિયમ 0.9 પીપીએમ, મોલેબિડિયમ 9 પીપીએમ સહિત અન્ય ધાતુઓ રહેલી છે. વેસ્ટ સુકાઈ ગયા બાદ તે સોના અને ચાંદીની જેમ ચમકે છે. આ નદીનું ક્ષેત્રફળ આ ફૂટબોલના મેદાન જેટલું મોટું છે. ખેતડીની આસપાસ અંદાજે 80 કિમી સુધી તાંબુ ફેલાયેલું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર