Home /News /national-international /એક વધુ 'દંગલ' ગર્લ રિતુ ફોગાટે રેસલિંગમાં જીત્યો સિલ્વર મેડલ

એક વધુ 'દંગલ' ગર્લ રિતુ ફોગાટે રેસલિંગમાં જીત્યો સિલ્વર મેડલ

ભારતીય મહિલા રેસલર રિતુ ફોગાટે અંડર -23 સીનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં રજત પદક જીતી લીધું છે. પોલેન્ડમાં ચાલી રહેલ આ ચેમ્પિયનશિપમાં રિતુ સુવર્ણ પદકના મુકાબલામાં હારી ગઈ છે.

પીટીઆઈ પ્રમાણે 23 વર્ષની રિતુએ ગત વર્ષે કોમનવેલ્થ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો પરંતુ તે સ્વર્ણિમ પ્રદર્શનને ફરીથી દેખાડી ન શકી.

રિતુને તુર્કીની મહિલા રેસલર દેમિરહાને સુવર્ણ પદકના મુકાબલામાં હરાયા છે. આ પહેલા ક્વોટર ફાઈનલ મેચમાં ભારતીય મહિલા રેસલર રિતુને બુલ્ગારિયાની સેલિષ્કાને 4-2થી હરાવી હતી.
રિતુએ ચીનની રેસલર મહિલા ઝૂને સેમીફાઈનલમાં 4-3થી હરાવીને સુવર્ણ પદકના મુકાબલામાં પ્રવેશ કર્યો હતો. રિતુએ આ પહેલા ઈન્દોરમાં રાષ્ટ્રીય ચેમ્પિયનસીપ જીતી હતી.

આ મહિને ઈન્દોરમાં રાષ્ટ્રીય રેસલિંગ ચેમ્પિયનશીપમાં રિતુએ સુવર્ણ પદક પોતાના નામે કર્યો હતો. તેણે આ વર્ષના મેમાં એશિયન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક પણ જીત્યો હતો.
First published:

Tags: Wrestler

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन