ટીવી પર LIVE પ્રોગ્રામમાં બોલતા-બોલતા થઈ ગયું મહિલા પ્રોફેસરનું મોત

News18 Gujarati
Updated: September 10, 2018, 10:54 PM IST
ટીવી પર LIVE પ્રોગ્રામમાં બોલતા-બોલતા થઈ ગયું મહિલા પ્રોફેસરનું મોત
શિક્ષણવિદ્દ રીતા જતિન્દર

રીતા જતિન્દર દૂરદર્શન પર મહિલાઓ સાથે સંબંધિત એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતા.

  • Share this:
જમ્મુ-કાશ્મીરના જાણિતા લેખક અને શિક્ષણવિદ રીતા જતિન્દરનું સોમવારે સવારે ટીવી પર દેખાવવામાં આવી રહેલા એક લાઈવ પ્રોગ્રામમાં નિધન થઈ ગયું. રીતા જતિન્દર દૂરદર્શન પર મહિલાઓ સાથે સંબંધિત એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતા. ટીવી પર બોલતા-બોલતા તેમને કાર્ડિએક એરેસ્ટ આવ્યો અને ત્યાંજ તેમનું મોત થઈ ગયું.

રીતા જતિન્દર ગૂડ મોર્નિંગ જમ્મૂ અને કાશ્મીર પ્રોગ્રામના ચીફ ગેસ્ટ બનીને આવ્યા હતા. પ્રોગ્રામમાં તેઓ પોતાના જીવનની ઉપલબ્ધિ વિશે જણાવી રહ્યાં હતા. આ વચ્ચે અચાનક તેમની તબિયત બગડવા લાગી. તેઓ જોર-જોરથી શ્વાસ લઈ રહી હતી. કોઈ કંઈ સમજી શકે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું.

આ પ્રોગ્રામને બે એન્કર હોસ્ટ કરી રહી હતી. આ બધુ એટલી ઝડપી થયું કે, આ બંનેમાંથી એકપણ કંઈ જ સમજી શકી નહી. ઘટનાને લઈને બંને એન્કર હેરાન છે.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપી રીતે વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો ખુબ જ વિચલિત કરનાર છે. જે કારણે અમે આને તમારા માટે શેર કર્યો નથી.
જણાવી દઈએ કે, રીતા જતિન્દર ઘણી ઉંમરમાં પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીર આવ્યા હતા. તેમને શિક્ષણના ક્ષેત્રે ખુબ જ નામ કમાવ્યું છે. તેઓ જમ્મુ-કાશ્મીર એકેડમી ઓફ આર્ટ, સંસ્કૃત અને અન્ય ભાષાના સચિવ હતા. તેમના નિધન પર ઘણા બધા લોકો સોશિયલ મીડિયા દ્વારા શોક વ્યક્ત કરી રહ્યાં છે.
First published: September 10, 2018, 10:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading