Delhi ઉપર તોળાતો પૂરનો ખતરો, Hathni Kund Barrageથી છોડાયું પાણી
Delhi ઉપર તોળાતો પૂરનો ખતરો, Hathni Kund Barrageથી છોડાયું પાણી
છે. હથિનીકુંડ બેરેજમાં 75 હજાર ક્સૂસેકનો આંકડો ક્રોસ
Risk of floods in Delhi: બુધવારે અને આજે મળીને બે દિવસમાં આશરે અઢી લાખ ક્યૂસેક પાણી બેરેજમાંથી છોડવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે 72 કલાકમાં હથિનીકુંડનું પાણી રાજધાની સુધી પહોંચી જશે.
નવી દિલ્હીઃ દેશમાં અનેક જગ્યાએ વાદળા ફાટવાની તસવીરો સામે આવી છે. ત્યારે નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ (Flood-like conditions in rivers) સર્જાઈ છે. તો દિલ્હી ઉપર વણ પૂરનો ખતરો મંડરાઈ (Risk of floods in Delhi) રહ્યો છે. હથિની બેરેજમાંથી પાણી (Hathni Kund Barrage) છોડવાથી યમુનાનું જળસ્તર વધવાની આશંકા સેવાઈ રહી છે. બુધવારે અને આજે મળીને બે દિવસમાં આશરે અઢી લાખ ક્યૂસેક પાણી બેરેજમાંથી છોડવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે 72 કલાકમાં હથિનીકુંડનું પાણી રાજધાની સુધી પહોંચી જશે.
જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલીઓ વધી શકે છે. હથિનીકુંડ બેરેજમાં 75 હજાર ક્સૂસેકનો આંકડો ક્રોસ કરતા જ બેરેજના બધા ગેટ ખોલી દીધા છે. નાની નહેરો બંધ કરીને બધું પાણી દિલ્હી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે હથિની કુંડ બેરેજમાં પાણીની આવક વધી હતી. જેના કારણે બધી નહેરો બંધ કરી હતી. બેરેજમાંથી 1 લાખ 59 હજાર ક્યૂસેક પાણી દિલ્હી તરફ છોડવામાં આવ્યું હતું.
ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં (Gujarat) અત્યાર સુધીમાં સિઝનનો 34.60 % વરસાદ (Rainfall in Gujarat) વરસ્યો છે. 28 જિલ્લાના 122 તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યમાં 24 કલાક દરમિયાન સવાથી અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે વરસાદનું (Monsoon) જોર ઘટ્યું છે. 24 કલાકમાં ડોલવણ અને બારડોલીમાં 29 મિમી વરસાદ, સાપુતારામાં 1 ઇંચ, આહવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 જુલાઇ સુધી ભારેથી અતિ ભારેની વરસાદીની આગાહી છે.
આગાહીની વિસ્તૃતમાં વાત કરીએ તો, આહવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 30 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.