Rising UP: મુલાયમની નાની વહુ અર્પણાએ કહ્યું - CAA અને PM મોદીને મારું પુરુ સમર્થન

News18 Gujarati
Updated: January 25, 2020, 7:23 PM IST
Rising UP: મુલાયમની નાની વહુ અર્પણાએ કહ્યું - CAA અને PM મોદીને મારું પુરુ સમર્થન
Rising UP:મુલાયમની નાની વહુ અર્પણાએ કહ્યું - CAA અને PM મોદીને મારું પુરુ સમર્થન

બીજેપી જોઈન કરવાના સવાલ પર અર્પણાએ સ્પષ્ટ કર્યું હતું કે મેં ક્યારેય બીજેપીમાં જવાની વાત કહી નથી

  • Share this:
લખનઉ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં થઈ રહેલા સૌથી મોટા કાર્યક્રમ News 18 ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડના ‘રાઇઝિંગ ઉત્તર પ્રદેશ’(Rising UP) માં પહોંચેલી મુલાયમ સિંહ યાદવની નાની વહુ અર્પણા યાદવે રાજનીતિના સૌથી જ્વલંત મુદ્દા (CAA) પર પોતાનો મત વ્યક્ત કર્યો છે. અર્પણાએ સીએએને સમર્થન કરતા કહ્યું હતું કે મારું માનવું છે કે સીએએ નવો નથી. આ રાષ્ટ્ર અને ગણતંત્રને મજબૂત કરવા માટે છે.

પોતાની વાત આગળ વધારતા અર્પણા યાદવે કહ્યું હતું કે હું સમાજવાદી છું અને પીએમ મોદી બધાના છે. મારું સીએએ અને પીએમ મોદીને પુરુ સમર્થન છે. જોકે બીજેપી જોઈન કરવાના સવાલ પર અર્પણાએ સ્પષ્ટ કર્યું હતું કે મેં ક્યારેય બીજેપીમાં જવાની વાત કહી નથી.

આ પણ વાંચો - ‘આસમને અલગ કરી દઈશું’ વાળા નિવેદન પર JNU છાત્ર શરજીલ ઇમામ પર દેશદ્રોહનો કેસ

અર્પણા યાદવે મોદી સરકારની નીતિઓનું ખુલ્લું સમર્થન કર્યું હોય તેવું પ્રથમ વખત બન્યું નથી. આ પહેલા પણ અર્પણા યાદવ નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયોની પ્રશંસા કરી ચૂકી છે. સીએએ અને એનઆરસીના મુદ્દા પર અર્પણા યાદવ અને સપા પ્રમુખ અખિલેશ યાદવનો અલગ-અલગ મત છે.



ગત દિવસોમાં અર્પણાએ આ મુદ્દા પર ટ્વિટ કરીને કહ્યું હતું કે જે ભારતના છે તેને રજિસ્ટરમાં અંકિત થવામાં શું સમસ્યા છે. પોતાના ટ્વિટમાં અર્પણા યાદવે જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટી, અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી અને 16 ડિસેમ્બરના હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો. અર્પણાએ સીએએ અને એનઆરસીને લઈને થઈ રહેલા વિરોધ ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા.
First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर