મુંબઈ 2050 સુધીમાં સમુદ્રમાં આટલું ડૂબી જશે, પહેલીવાર સામે આવી ચોંકાવનારી સેટેલાઇટ ઇમેજ

News18 Gujarati
Updated: October 30, 2019, 2:18 PM IST
મુંબઈ 2050 સુધીમાં સમુદ્રમાં આટલું ડૂબી જશે, પહેલીવાર સામે આવી ચોંકાવનારી સેટેલાઇટ ઇમેજ
એક નવા રિર્સચ મુજબ, 2050માં મુંબઈના આસપાસ સમુદ્રનું જળસ્તર ખતરનાક સ્થિતિમાં હશે. (પ્રતીકાત્મક તસવીર)

સમુદ્રનું જળસ્તર વધવાથી દેશની આર્થિક રાજધાનીના અનેક વિસ્તારો ડૂબી જશે, લોકોનું સ્થળાંતર કરવાની જરૂર

  • Share this:
નવી દિલ્હી : સમુદ્રનું જળસ્તર (Sea level) કેટલું ઝડપથી વધી રહ્યું છે અને 2050 સુધી તે દુનિયાના કેટલા શહેરોને પ્રભાવિત કરશે તેના વ્શિે એક નવું રિસર્ચ સામે આવ્યું છે. આ રિસર્ચ મુજબ, જળસ્તર વધવાથી દુનિયાભરમાં 15 કરોડ લોકો પ્રભાવિત થશે અને તેમની પાસે રહેવા માટે ઘર નહીં બચે. અનેક શહેરો તો એવા છે, જેના દરિયાકાંઠા સમગ્રપણે પાણીમાં સમાઈ જશે. રિસર્ચ કરનારા વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ વખતે સેટેલાઇટની મદદથી આ આકલન કરવામાં આવ્યું છે, જે ખૂબ સચોટ છે. ત્યાં સુધી કે અત્યાર સુધી જેટલા પણ રિસર્ચ સમુદ્રના વધતા જળસ્તર વિશે થયા છે, આ તેમાં સૌથી વધુ સચોટ છે. આ રિસર્ચ ન્યૂ જર્સી સ્થિત સાયન્સ ઓર્ગેનાઇઝેશન ક્લાઇમેટ સેન્ટરે જાહેર કર્યું છે અને પ્રતિષ્ઠિત જનરલ નેચર કોમ્યુનિકેશનમાં તેને પ્રકાશિત કરવામાં આવ્યું છે.

...તો મુંબઈ ડૂબી જશે

નવા રિસર્ચમાં ભારતની આર્થિક રાજધાની મુંબઈ વિશે કહેવામાં આવ્યું છે કે શહેરના અનેક હિસ્સાનો સફાયો થઈ જશે. વધતા જળસ્તરની ઝપેટમાં આવવાથી અનેક વિસ્તારો પાણીમાં ડૂબી જશે. આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરનારી એક માઇગ્રેશન સંસ્થાના કો-ઓર્ડિનેટર ડાયના લોનેસ્કોનું કહેવું છે કે ભારતે અત્યારથી લોકોના સ્થળાંતરનો પ્લાન તૈયાર કરવાની જરૂર છે.

રિસર્ચમાં આ સેટેલાઇટ ઈમેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે 2050 સુધી શહેરનો કેટલો ભાગ પાણીમાં ગરકાવ થઈ શકે છે. (સાભાર- ન્યૂયૉર્ક ટાઇમ્સ)


શંઘાઈ પર સંકટ

એશિયાના સૌથી મોટા ગ્રોથ એન્જિન શંઘાઈ સામે પણ પાણીમાં સમાઈ જવાનો ખતરો છે. આ શહેરની આસપાસનો વિસ્તાર પણ પાણીમાં ડૂબી શકે છે. તાજેતરના રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે 11 કરોડ લોકો એવા છે જે પહેલાથી જ હાઇ ટાઇડના ઝપેટમાં આવનારા સ્થળોએ વસી રહ્યા છે. રિસર્ચ સાથે જોડાયેલા સ્ટ્રૉર્સે કહ્યુ કે, શંઘાઈમાં આ પ્રકારનું રોકાણ થતું રહ્યું તો લોકોને બચાવવા મુશ્કેલ હશે. તેઓએ ન્યૂ ઓરિલિઅન્સનું ઉદાહરણ આપતાં કહ્યુ કે, કેવી રીતે વર્ષ 2005ના કેટરિના વાવાઝોડામાં આ દ્વીપ સમગ્રપણે બરબાદ થઈ ગયો હતો. સ્ટ્રૉસે કહ્યુ કે એ આપણે નક્કી કરવું પડશે કે આપણે કેટલી ઊંડાઈમાં રહેવા માંગીએ છીએ?
શંઘાઈ ચીનનું મુખ્ય વેપારી શહેર છે. સેટેલાઇટ ઇમેજ દ્વારા જોઈ શકાય છે કે 2050માં શહેરનો શું હાલ થઈ શકે છે. (સાભાર- ન્યૂયૉર્ક ટાઇમ્સ)


એલેક્જેંડ્રિયા લુપ્ત થઈ જશે

ઈજિપ્તનું એલેક્જેંડ્રિયા પણ 2050 સુધી પાણીમાં ડૂબવાના કગાર પર હશે. સિકંદર મહાને જે શહેરને વસાવ્યું હતું ત્યાંનો સાંસ્કૃતિક વારસો લુપ્ત થવું મોટી ખુવારી લાવી શકે છે. ઈરાકમાં બીજું સૌથી મોટું શહેર બસરા 2050 સુધી મોટેભાગે પાણીની નીચે ડૂબી શકે છે. જો એવું થાય છે તો તેનો પ્રભાવ સમગ્ર ઈરાક પર પડશે.

ઈજિપ્ટના શહેર અલેક્જેંડ્રિયાને લઈને પણ આ પ્રકારનું રિસર્ચ થયું છે.


બસરા ઈરાકનું મુખ્ય શહેર છે, જે સમુદ્રના વધતા જળસ્તરની ઝપેટમાં આવશે.


2050માં સુમદ્રના વધતા જળસ્તરના કારણે વિયતનામમાં કંઈક આવી સ્થિતિ હોઈ શકે છે.


આ સેટેલાઇટ ઇમેજ દ્વારા તમે બેન્કોકનો હાલ જોઈ શકો છો. જો રિસર્ચમાં કરવામાં આવેલો દાવો સાચો પુરવાર થયો તો 2050માં બેન્કોકમાં ખરાબ રીતે પ્રભાવિત થશે.


(ન્યૂયૉર્ક ટાઇમ્સ)

આ પણ વાંચો,

બ્લડ કેન્સર સામે જંગ લડી રહેલી રામ્યા એક દિવસ માટે બની પોલીસ કમિશ્નર
પાણીપુરી ખાઈ રહેલી મહિલાઓ સાથે બજાર વચ્ચે છેડતી, વિરોધ કરતાં ભાઈને ફટકાર્યો
First published: October 30, 2019, 2:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading