2025 સુધી ભારત પાસે હશે દુનિયાની સૌથી સારી રેલવે સિસ્ટમઃ પીયૂષ ગોયલ

News18 Gujarati
Updated: March 16, 2018, 7:00 PM IST
2025 સુધી ભારત પાસે હશે દુનિયાની સૌથી સારી રેલવે સિસ્ટમઃ પીયૂષ ગોયલ

  • Share this:
નવી દિલ્હી ખાતે આયોજીત ન્યૂઝ18ની Rising India સમિટમાં કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી તેમજ કેન્દ્રીય રેલવે અને ખાણખનીજ મંત્રી પીયૂષ ગોયલ હાજર રહ્યા હતા. સમિટમાં બંને મંત્રીઓએ પૂછાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં પીયૂષ ગોયલે કહ્યું હતું કે 2025 સુધી ભારત પાસે દુનિયાની સૌથી સારી રેલવે સિસ્ટમ હશે.

રેલવે મંત્રીએ શું કહ્યું?

રેલવે મંત્રી પીયૂષ ગોયલે સમિટમાં કહ્યું હતું કે 2025 સુધી ભારત પાસે દુનિયાની સૌથી સારી રેલવે સિસ્ટમ હશે. તેમણે કહ્યું કે, આમાં સુરક્ષા, આરામ અને બજેટનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમણે કહ્યું કે અમે એક એવું રેલવે નેટવર્ક વિકસિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેમાં અમીર વ્યક્તિ આરામથી સફર કરી શકે અને ગરીબ વ્યક્તિના બજેટમાં આવી શકે.

પીયૂષ ગોયલે કહ્યું કે, 65 વર્ષ સુધી કોઈએ મોર્ડન સિંગ્નલિંગ સિસ્ટમ અંગે કોઈએ નથી વિચાર્યું. અમે બ્રિજ બનાવવા માટે નીતિન ગડકરીને મંત્રાલયની મદદ લઈ રહ્યા છીએ. સાતમા વેતનપંચને કારણે રેલવેને કર્મચારીઓના વેતનમાં ખૂબ વધારો થયો છે.

નીતિન ગડકરીએ શું કહ્યું?

નીતિન ગડકરીએ કહ્યું હતું કે લોકો તેના પૈસા એનએચએઆઈમાં રોકાણ કરી શકે છે, તમે તમારા પૈસાથી ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું કરવામાં મદદ કરી શકો છે. અમે આઠ ટકા વ્યાજ આપવાનું વિચારી રહ્યા છીએ. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત પોર્ટનો વિકાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતમાં 12 મુખ્ય પોર્ટ છે, તેઓ વધારે 5 પોર્ટનો વિકાસ કરવાનું વિચારી રહ્યા છે.નીતિન ગડકરીએ કહ્યું કે, દિલ્હીથી ડાસના વચ્ચે 7 લેન રોડ બન્યા બાદ દિલ્હીથી મેરઠ જવા માટે ફક્ત 45 મિનિટનો સમય લાગશે. તેમણે કહ્યું કે, આ રોડના ઉદ્ઘાટન પછી દિલ્હીના ટ્રાફિકને 50 ટકા સુધી ઘટાડી શકાશે. તેમણે કહ્યું કે તેઓ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે તેઓ મીડલ ક્લાસની મદદ લેશે.

ગડકરીને જ્યારે પૂછવામાં આવ્યું કે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતા પાછળ ચાલી રહ્યા છે, ત્યારે ગડકરીએ જણાવ્યું હતું કે 47 જૂના પ્રોજેક્ટ્સને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ ગત સરકારના હતા. તેમણે કહ્યું કે તેમના ડિપાર્ટમેન્ટે સમયસર પ્રજોક્ટ્સ પૂરા કરીને આશરે ત્રણ લાખ કરોડની એનપીએ બચાવી છે.
First published: March 16, 2018, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading