Home /News /national-international /Rising india summit 2023: હવે ભારતનો સમય આવ્યો, બનશે વિશ્વની નંબર 1 ઈકોનોમી- રાજનાથ સિંહ

Rising india summit 2023: હવે ભારતનો સમય આવ્યો, બનશે વિશ્વની નંબર 1 ઈકોનોમી- રાજનાથ સિંહ

defense minister rajnath singh

News18 Rising India Summit: રક્ષામંત્રી રાજનાથ સિંહે News18 Rising India Summitમાં કહ્યું કે, અમૃતકાળના સમાપન એટલે કે આઝાદીના 100 વર્ષ પુરા થવા પર દુનિયાની ટોપ ઈકોનોમી ભારત બની જશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, GST અને ઈનકમ ટેક્સના કલેક્શનમાં જે વધારો થયો છે, તે અમુક વર્ષ પહેલા કલ્પનાથી અલગ હતું.

વધુ જુઓ ...
નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતની ઈકોનોમી છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ સારી થઈ છે, જે દુનિયા માટે ઉદાહરણરુપ બની શકે છે. તેમણે કહ્યું કે, રેટિંગ એજન્સીઓના જણાવ્યા અનુસાર, ભારત 2027માં દુનિયાની ટોપ 3 ઈકોનોમીમાં સામેલ થઈ જશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે News18 Rising India Summitમાં કહ્યું કે, અમૃતકાળના સમાપન એટલે કે આઝાદીના 100 વર્ષ પુરા થવા પર દુનિયાની ટોપ ઈકોનોમી ભારત બની જશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, GST અને ઈનકમ ટેક્સના કલેક્શનમાં જે વધારો થયો છે, તે અમુક વર્ષ પહેલા કલ્પનાથી અલગ હતું.

આ પણ વાંચો: Exclusive: કોંગ્રેસના આગેવાનીવાળી UPA સરકારના કાર્યકાળમાં CBI મારા પર મોદીને ફસાવવાનું પ્રેશર નાખતી હતી- અમિત શાહ

નેટવર્ક 18ના બે દિવસીય લીડરશિપ કોન્ક્લેવ રાઈઝિંગ ઈંડિયા સમિટ 2023નો આજે બીજો દિવસ છે. આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આપણને....અપના ટાઈમ આયેગા એવું કહેતા ઘણો સમય લાગી ગયો. પણ આજે હું સૌની સામે એ કહેવા માગું છું કે, અપના ટાઈમ આ ગયા. રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય ઈકોનોમી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને દુનિયાની સૌથી ઝડપથી વધરતી અર્થવ્યવસ્થામાંથી એક છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા હવે દુનિયાની ફ્રેઝાઈલ 5 થી ફૈબુલસ 5 ઈકોનોમીમાં બદલાઈ ગઈ છે.

આઈટી સેક્ટરમાં દેશની પ્રગતિ


રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, દેશે આઈટી સેક્ટરના દરેક ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી છે. દેશમાં પહેલા મોબાઈલ ફોનની આયાત થતી હતી, પણ હવે અહીંથી બનેલા ફોન સમગ્ર દુનિયામાં નિકાસ થાય છે. એપ્પલે આ વર્ષે 1 અબજ ડોલરના ફોનની નિકાસ ભારમાંથી કરી છે. દેશમાં આજે સૌથી સસ્તા મોબાઈલ ડેટા સર્વિસ મળે છે. ભારતે 5 જી ઈન્ટરનેટ સેવા શરુ કરી અને 6જીની તૈયારી ચાલી રહી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતનું વાર્ષિક નિકાસ પહેલા ફક્ત 300 અબજ ડોલરનું હતી. જ્યારે હવે આ આંકડો 750 અબજ ડોલરની નિકાસ થઈ ગઈ છે. આ વર્ષે દેશમાં સૌથી વધારે વિદેશી રોકાણ આવ્યું છે.

ડિફેન્સમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છીએ


રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારત હવે ડિફેન્સના સેક્ટરમાં ઝડપથી આગળ વધી આત્મનિર્ભરતા તરફ ડગ માંડી રહ્યા છે. સેના માટે પહેલા જે હથિયાર અને સામાન વિદેશોમાંથી આવતા હતા. રક્ષામંત્રાલયે તેને દેશમાં જ બનાવવાનો નિર્ણય કર્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આપમી સેના માટે દારુગોળા હવે સ્વદેશી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવે છે. તેના માટે અમે ઘરેલૂ ઉદ્યોગો માટે ખરીદીનો એક નિશ્ચિત ભાગ અનામત રાખ્યો છે. નાણાકીય વર્ષે 2023-24 માટે આ ભાગ વધારીને 75 ટકા કરી દીધો છે. જે લગભગ એક લાખ કરોડ રૂપિયા હશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અમે ન ફક્ત પોતાના માટે ઉત્પાદન કરીએ છીએ પણ જરુર પડવા પર બીજા દેશોને હથિયાર અને ઉપકરણની પણ સપ્લાઈ કરીએ છીએ. 2014થી પહેલા ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ ફક્ત 900 કરોડ રૂપિયા હતું. આજે પીએમ મોદીના કાર્યકાળના 9 વર્ષમાં તે વધીને 15000 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. આ આત્મનિર્ભર ભારતની સફળતા બતાવે છે.
First published:

Tags: News 18 rising india summit, Rajnath Singh