Rising India Summit 2023: કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે સંસદનું સત્ર ન ચલાવવા માટે કોંગ્રેસ અને વિપક્ષ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, આ માટે સરકારને દોષિત ન ઠેરવવી જોઈએ, બલ્કે તેમને પૂછવું જોઈએ કે ગૃહનું કામ કેમ નથી થઈ રહ્યું. તેમણે કહ્યું કે, 'શું સંસદના ઢંઢેરામાં એવું લખવામાં આવ્યું હતું કે, તેઓ કાળા કપડાં પહેરીને આવશે?'
નવી દિલ્હી: કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે અવૈધ શિકારને સૌથી મોટો અપરાધ અને સમસ્યા ગણાવતા કહ્યું કે, આ સમસ્યાનો સામનો કરવાની સાથે અમે હવે તેની સામે લડી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે, અમે હાથીઓના સંરક્ષણ માટે 'પ્રોજેક્ટ એલિફન્ટ'ના 30 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ.
નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાનો ઉલ્લેખ કરતા, ભૂપેન્દ્ર યાદવે નેટવર્ક18ના કાર્યક્રમ 'રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2023'માં કહ્યું કે, 'વિશ્વમાં પ્રથમ વખત વન્યજીવ પ્રાણીઓને એક દેશમાંથી બીજા દેશમાં ખસેડવામાં આવ્યા છે. પૃથ્વી પર કોઈને અધિકાર નથી કે, કોઈપણ જાતિને લુપ્ત થવા દેવી જોઈએ. જ્યારે હું કુનો નેશનલ પાર્કમાં જાઉં છું, ત્યારે દિલ્હીથી યુવા વૈજ્ઞાનિકોની એક ટીમ જાય છે, જે ત્યાં પૂરા સમર્પણ સાથે કામ કરે છે.
જણાવી દઈએ કે, 'પ્રોજેક્ટ ચિતા' હેઠળ, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આઠ ચિત્તાઓને નામીબિયાથી લાવવામાં આવ્યા હતા અને શ્યોપુર જિલ્લામાં કુનો નેશનલ પાર્ક (KNP) માં રાખવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ હેઠળ દેશમાંથી લુપ્ત થયેલા સાત દાયકા બાદ ચિત્તાઓને ફરીથી વસાવવાની યોજના છે.
બીજી તરફ રાહુલ ગાંધીને લગતા મુદ્દા પર જ્યારે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીને પૂછવામાં આવ્યું કે, શું તેઓ કોંગ્રેસના નેતાના વકીલ બનશે તો તેમણે કહ્યું કે, મંત્રી બન્યા બાદ બાર કાઉન્સિલ છોડવી પડે છે અને તે તેથી જ મેં પણ છોડી દીધું છે. કોંગ્રેસના સાંસદને દોષિત ઠેરવવા અને લોકસભામાંથી અયોગ્ય ઠેરવવા અંગે ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, 'કોર્ટનો નિર્ણય રાહુલ પર છે. તેમના વકીલે દલીલ કરી હતી કે, 4 વર્ષ બાદ નિર્ણય આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ સંસદનું સત્ર ન ચાલવા બદલ કોંગ્રેસ અને વિપક્ષ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કેસ, આ માટે સરકારને દોષ ન દેવો જોઈએ, પરંતુ તેમને પૂછવું જોઈએ કે ગૃહ કેમ નથી ચાલી રહ્યું, અમારી સરકાર તમામ પ્રશ્નોના જવાબ આપવા વિપક્ષ તૈયાર છે. તેમણે કહ્યું કે, 'શું સંસદના ઢંઢેરામાં એવું લખવામાં આવ્યું હતું કે તેઓ કાળા કપડાં પહેરીને આવશે?'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર