Home /News /national-international /Rising India Summit 2023: ‘જ્યારે CBIએ મારી...', ગૃહમંત્રી અમિત શાહે એજન્સીઓના દુરુપયોગ પર જાણો શું કહ્યું
Rising India Summit 2023: ‘જ્યારે CBIએ મારી...', ગૃહમંત્રી અમિત શાહે એજન્સીઓના દુરુપયોગ પર જાણો શું કહ્યું
રાઇઝિંગ ઇન્ડિયા સંમેલનમાં અમિત શાહ
Rising India Summit 2023: ‘રાઈઝિંગ ઈન્ડિયા’ના મંચ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ હતુ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ છાતી કૂટે છે. સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા ઘણાં સમયથી જેલમાં છે, તે છતાં કેમ કોર્ટમાં જતા નથી. આ કાયદાકીય બાબત છે, જો કોર્ટમાં વિશ્વાસ હોય અને તેઓ નિર્દોષ હોય તો તેમને છોડી દેવામાં આવે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યુ હતુ કે, 2024ની લોકસભા ચૂંટણીમાં બહુમતી સાથે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ફરીથી દેશના વડાપ્રધાન બનશે. આ સાથે તેમણે છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અંગે કહ્યુ કે, બંને રાજ્યોમાં સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે.
‘રાઈઝિંગ ઈન્ડિયા કોન્ફરન્સ 2023’માં નેટવર્ક 18 ગ્રુપના ગ્રુપ એડિટર-ઈન-ચીફ રાહુલ જોશી સાથેની વાતચીતમાં તેમણે ભ્રષ્ટાચાર સામેની લડાઈને નબળી પાડવા માટે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતુ. ગૃહમંત્રીએ કહ્યુ હતુ કે, ‘2014 અને 2019માં અમે ભ્રષ્ટાચાર સામે લડવાનું વચન આપ્યું હતું. વિપક્ષ એમ ઇચ્છે છે કે જે લોકો ભ્રષ્ટાચાર કરે તેની સામે ફરિયાદ દાખલ ન થવી જોઈએ.’
તેમણે વધુમાં કહ્યુ કે, ‘જ્યાં સુધી કાયદાના દુરુપયોગની વાત છે તો લાલુ યાદવ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હું દુર્વ્યવહારનો શિકાર છું. મારી સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, 90% પ્રશ્નોમાં મને કહેવામાં આવ્યું હતું કે જો તમે મોદીનું નામ લેશો તો તમને છોડી દેવામાં આવશે. રમખાણોમાં સંડોવણીનો મામલો સામે આવ્યો, પણ કંઈ બહાર ન આવ્યું, તો શું અમે કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો? પછી આ કેસ મુંબઈની કોર્ટમાં લઈ જવામાં આવ્યો, જ્યાં કોર્ટે કહ્યું કે આ કેસ રાજકીય રીતે પ્રેરિત છે, પરંતુ શું અમે કોઈ ખોટા કેસ દાખલ કર્યા છે?’
ગૃહમંત્રીએ કહ્યુ હતુ કે, ‘મને પૂછપરછ દરમિયાન એક જ વાત કહેવામાં આવી હતી, મોદીનું નામ લો. આજે એ જ કોંગ્રેસ અને પી. ચિદમ્બરમ બોલી રહ્યા છે. તેમણે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. તમારી પાસે જે પણ પૈસા છે, તેને કોર્ટમાં લઈ જાઓ અને જણાવો, તો કદાચ તેઓ તમને છોડી દેશે.’ તેમણે કહ્યું કે, ‘રાઈઝિંગ ઈન્ડિયા’ના મંચ પરથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ છાટી કૂટે છે. સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા ઘણાં સમયથી જેલમાં છે, તેઓ કોર્ટમાં કેમ જતા નથી. આ કાયદાકીય બાબત છે, જો કોર્ટમાં વિશ્વાસ હોય અને તેઓ નિર્દોષ હોય તો તેમને છોડી દેવામાં આવે.
ભાજપમાં જોડાતા નેતાઓ પરથી કેસ હટાવી લેવામાં આવે છે, આ સવાલ પર ગૃહમંત્રીએ કહ્યુ કે, ‘શું દેશમાં કોર્ટ બંધ થઈ ગઈ છે, જેમને લાગે છે કે આવું છે તો તેમણે કોર્ટમાં જવું જોઈએ.’ આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને લઈને તેમણે કહ્યુ હતુ કે, ‘છત્તીસગઢ અને રાજસ્થાનમાં ઉથલપાથલ થવા જઈ રહી છે, વર્તમાન રાજ્ય સરકાર પ્રત્યે લોકોમાં ભારે રોષ છે. અમે બંને જગ્યાએ બહુમતીથી જીતીશું.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર