Home /News /national-international /‘શું લોકશાહી ખતરામાં છે?’ ગૃહમંત્રી શાહનો જવાબ - ગાંધી પરિવાર પર જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે આવા સવાલ કેમ ઊભા થાય છે
‘શું લોકશાહી ખતરામાં છે?’ ગૃહમંત્રી શાહનો જવાબ - ગાંધી પરિવાર પર જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે આવા સવાલ કેમ ઊભા થાય છે
રાઇઝિંગ ઇન્ડિયા સંમેલનમાં અમિત શાહ
Rising India 2023: રાઇઝિંગ ઇન્ડિયા મંચ પર નેટવર્ક 18 ગ્રુપના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેની ખાસ વાતચીતમાં ગૃહમંત્રીએ કહ્યુ, રાહુલ ગાંધી પહેલાં અનેક સંસદ સભ્યોની સભ્યપદ છીનવાયું ત્યારે તો કોઈએ સવાલ નથી ઉઠાવ્યો કે, લોકશાહી ખતરામાં છે. તેમણે સવાલ કર્યો કે, જ્યારે લાલુ યાદવ, જયલલિતાનું સભ્યપદ ગયું ત્યારે લોકશાહી ખતરામાં નહોતી કે શું. માત્ર રાહુલ ગાંધી સાથે આ થયું તો લોકશાહી ખતરામાં દેખાય છે!
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાહુલ ગાંધીના સભ્યપદ રદ્દ થયા અંગે કોગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. રાઇઝિંગ ઇન્ડિયા સંમેલનના મંચ પર નેટવર્ક 18 સમૂહના ગ્રુપ એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથેની ખાસ વાતચીતમાં ગૃહમંત્રી રાહુલ ગાંધી પહેલાં અનેક સભ્યોનું સભ્યપદ ગયું હતું ત્યારે તો સવાલ ઉઠ્યો નહોતો કે લોકશાહી ખતરામાં છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે લાલૂ યાદવ, જયલલિતાનું સભ્યપદ રદ્દ થયું ત્યારે ખતરામાં નહોતી કે શું! માત્ર રાહુલ ગાંધી સાથે આવું થયું તો લોકશાહી ખતરામાં દેખાઈ રહી છે. ગૃહમંત્રી કહે છે કે, રાહુલ ગાંધીના કેસમાં કાયદા પ્રમાણે કામ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ લોકોમાં ભ્રમ ફેલાવવાનું કામ કરી રહી છે.
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીના કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ફેંસલો લેવાયો છે. કેટલાક સાંસદ આવી રીતે સભ્યપદ ગુમાવી ચૂક્યા છે. સજા મામલે રાહુલ ગાંધીએ અત્યાર સુધીમાં અપીલ નથી કરી. તેમણે કહ્યુ કે, કાર્યવાહી કરવાને બદલાની રાજનીતિ અંતર્ગત નથી કરવામાં આવી. કોંગ્રેસ આ મુદ્દે જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કરે છે.
તો બીજી તરફ, કર્ણાટક ચૂંટણીને લઈને અમિત શાહે કહ્યુ કે, હું કર્ણાટકમાં 9 આંટા મારી આવ્યો છું. ત્યાં અમે સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. ગૃહમંત્રીએ કહ્યુ કે, અમે સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપે યેદિયુરપ્પાની વરિષ્ઠતાને પણ સવાલ નથી કર્યો. અમારી પાર્ટીમાં વરિષ્ઠ નેતાઓનું સન્માન છે. યેદિયુરપ્પા અમારા સ્ટાર કેમ્પેઇનર હશે. તેમણે કહ્યુ કે, બોમ્બઈજીના કામને જનતાએ વખાણ્યું છે, કર્ણાટકની જનતા હવે ડબલ એન્જિનની સરકાર ઇચ્છે છે.
કર્ણાટકના ભાજપ ઉમેદવારોનું લિસ્ટ જાહેર નહીં કરવાના સવાલ મામલે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે, જેડીએસમાં એક પરિવાર બેસી જાય છે, તેથી ફેંસલો થઈ જાય છે, કોંગ્રેસમાં કેટલાય પરિવાર બેસી જાય તો ફેંસલો થઈ જાય છે, અમે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને ફેંસલો લઈએ છીએ તેથી થોડા ધીમા છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર