Home /News /national-international /Rising India Summit 2023: શું રાહુલ ગાંધીને સજા મળ્યા અને બંગલો ખાલી કરાવ્યા પછી સહાનુભૂતિ મળશે? જાણો ગૃહમંત્રી અમિત શાહનો જવાબ

Rising India Summit 2023: શું રાહુલ ગાંધીને સજા મળ્યા અને બંગલો ખાલી કરાવ્યા પછી સહાનુભૂતિ મળશે? જાણો ગૃહમંત્રી અમિત શાહનો જવાબ

રાઈઝિંગ ઈન્ડિયા સમ્મેલન 2023માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Rising India Summit 2023: કોલારમાં રાહુલ ગાંધીના ભાષણ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય પ્રધાન અમિત શાહે કહ્યું, 'જેને રેલી કરવી હોય, તે કરી શકે છે, તે આમ કરવા માટે સ્વતંત્ર છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને ગાળો નથી આપી, તેમણે સમગ્ર મોદી સમાજ અને તેલી સમાજને ગાળો આપી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ન્યૂઝ18 નેટવર્કના પ્રખ્યાત બે દિવસીય માર્કી લીડરશીપ કોન્ક્લેવ 'રાઈઝિંગ ઈન્ડિયા સમ્મેલન 2023'માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે, કોંગ્રેસ ગાંધી પરિવાર માટે અલગ કાયદો બનાવવા માંગે છે. નેટવર્ક18 ગ્રુપના ગ્રુપ એડિટર-ઈન-ચીફ રાહુલ જોશીએ તેમને પૂછ્યું કે, શું રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા સજા થઈ અને પછી સરકારી બંગલો ખાલી કર્યા પછી જનતાની સહાનુભૂતિ નહીં મળે? જેના જવાબમાં ગૃહમંત્રીએ કહ્યું કે, 'કોન્વિક્શનમાં સ્ટે ન હોઈ શકે, સજામાં હોઈ શકે, ત્રણ મહિનાનો સમય કેમ આપવો જોઈએ.'

તેમણે વધુમાં કહ્યું કે, 'લાલુ યાદવને બચાવવા માટે વટહુકમ લાવવામાં આવ્યો હતો, આ કોંગ્રેસના સમયનો કાયદો છે, કોંગ્રેસની સરકારમાં રાહુલ ગાંધીએ વાહિયાત વાતો કરીને વટહુકમ ફાડી નાખ્યો હતો, જો તે સમયે કાયદો બની ગયો હોત, આજે બચી ગયા હોત. એટલો બધો ઘમંડ છે કે, તેઓ અપીલ પણ કરી રહ્યા નથી. કોંગ્રેસ ઈચ્છે છે કે, ગાંધી પરિવાર માટે અલગ કાયદો હોવો જોઈએ. તેઓ સ્પીકર પર પ્રશ્નો ઉભા કરે છે, પરંતુ સભ્યપદની અયોગ્યતા અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો.

આ પણ વાંચો: રાઈઝિંગ ઈન્ડિયા કોન્ફરન્સ 2023માં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, જાણો કર્ણાટક ચૂંટણીને લઈને શું કહ્યું...

કોલારમાં રાહુલ ગાંધીના ભાષણ અંગેના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "જે કોઈ રેલી કરવા માંગે છે તે કરી શકે છે, તે તેના માટે સ્વતંત્ર છે." રાહુલ ગાંધીએ પીએમ મોદીને ગાળો નથી આપી, તેમણે સમગ્ર મોદી સમુદાય અને તેલી સમાજને ગાળો આપી છે. જો તેમને માફી માંગવી ન હતી, તો તેમને દંડ પણ પણ ભરવો ન જોઈતો હતો.

ગૃહમંત્રી અમિત શાહે પણ વીર સાવરકર પર કોંગ્રેસના નેતાના નિવેદન માટે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, 'તેમણે વીર સાવરકર વિશે ટિપ્પણી કરવી જોઈએ નહીં. વીર સાવરકર એ છે જેમણે સૌથી વધુ ત્રાસ સહન કર્યો હતો. તેમણે તેમના દાદી (ઇન્દિરા ગાંધી)નું ભાષણ સાંભળવું જોઈએ, રાહુલના સાથીઓ પણ તેમને સમજાવી રહ્યા છે.



તમે 'રાઇઝિંગ ઇન્ડિયા'ને કેવી રીતે જુઓ છો અને તેમાં વાસ્તવિક હીરોનું શું યોગદાન છે? તેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'ભારતે તમામ ક્ષેત્રોમાં પોતાને સાબિત કર્યું છે, છેલ્લા 10 વર્ષમાં સંરક્ષણ અને આત્મનિર્ભરતા પર સૌથી વધુ કામ કરવામાં આવ્યું છે. ભારતે ઘણા ક્ષેત્રોમાં સતત કામ કર્યું છે, આનો શ્રેય જમીન પર કામ કરતા લોકોને જાય છે. 2047માં જ્યારે આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યારે ભારત દરેક ક્ષેત્રમાં નંબર વન હશે.
First published:

Tags: #News18RisingIndia, Amit shah, News18 Rising India Summit, Rising India

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો