Home /News /national-international /Rising India: 16 વર્ષથી જીવન બચાવી રહ્યા છે આ 'હાઇવેના હીરો', જાણો તેમનું સરાહનીય કાર્ય

Rising India: 16 વર્ષથી જીવન બચાવી રહ્યા છે આ 'હાઇવેના હીરો', જાણો તેમનું સરાહનીય કાર્ય

જાણો કોણ છે 'હાઇવેના હીરો'

Rising India Real Heroes Pankaj Kumar Tarai: પંકજ કુમાર તરાઈ છેલ્લા 16 વર્ષથી માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેણે 300 લોકોના જીવ બચાવ્યા છે. પંકજ અને તેની ટીમ આ કામ માટે કોઈ પૈસા લેતા નથી. આજે પંકજ સમાજ માટે એક ઉદાહરણ સાબિત થયા છે.

વધુ જુઓ ...

પંકજ તેરાઈએ અત્યાર સુધીમાં સેંકડો અકસ્માતગ્રસ્તોને મદદ કરી છે. હવે આ 'હાઈવેના હીરો' બધા માટે પ્રેરણા બની ગયો છે. પંકજ કુમાર તરાઈએ 2015માં ઓડિશાના જગતસિંહપુર જિલ્લામાં અકસ્માત પીડિતોને બચાવવા માટે દેવદત્ત સંગઠનની સ્થાપના કરી હતી. ત્યારથી, 38 વર્ષીય પંકજ અને તેની 25 સ્વયંસેવકોની ટીમે 400 અકસ્માત પીડિતોને બચાવ્યા છે. પંકજ અને તેની ટીમની મહેનતને કારણે આજે 300 લોકો જીવિત છે.

" isDesktop="true" id="1364281" >

પંકજ તેની માસિક આવકના 25 ટકા ઈજાગ્રસ્તોની મદદ માટે ખર્ચ કરે છે. એટલું જ નહીં, પંકજે લોકોની મદદ માટે સ્વયંસેવકો, પોલીસ અને ફાયર કર્મીઓનું એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું છે.

આ પણ વાચોં: ભારતમાં બનીને તૈયાર થયો એફિલ ટાવરથી ઊંચો રેલવે બ્રિજ, ભૂકંપ અને વાવઝોડામાં પણ કંઈ નહીં થાય

પંકજ કે તેની ટીમ પીડિત કે તેમના પરિવારજનો પાસેથી મદદ કરવા માટે કોઈ પણ પ્રકારના પૈસા લેતા નથી. તેઓ લોકોને મફતમાં મદદ કરે છે. તેમણે છેલ્લા 16 વર્ષમાં સેંકડો અકસ્માત પીડિતોને બચાવ્યા છે.
First published:

Tags: Odisha, Rising India, Road accident