Rising India 2019: રાજકારણ, ફિલ્મ, રમત જગતના ટોચના મહાનુભાવો નવા ભારતની દિશામાં પોતાનું વિઝન દર્શાવશે

News18 Gujarati
Updated: February 22, 2019, 2:22 PM IST
Rising India 2019: રાજકારણ, ફિલ્મ, રમત જગતના ટોચના મહાનુભાવો નવા ભારતની દિશામાં પોતાનું વિઝન દર્શાવશે
આ સમિટમાં રાજકારણ, રમત જગત અને ફિલ્મ જગતના મહાનુભાવો એક મંચ પર એકઠા થઈને પોતાના વિચારો પ્રસ્તુત કરશે.

ધી રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2019નું આયોજન પુલવામાં હુમલો અને આગામી લોકસભા ચૂંટણીના પડછાયામાં થઈ રહ્યું છે, તેથી તેની થીમ ' ‘Beyond Politics: Defining National Priorities’ રખાઈ છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: નવી સદીના આરંભથી જ ભારતે વિશ્વમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. તાજેતરમાજં થયેલા આતંકવાદી હુમલાના પડછાયામાં એક નવા સમાધાનના પ્રયાસ સાથે ન્યૂઝ 18 નેટવર્ક દેશના વિવિધ ક્ષેત્રોના ટોચના મહાનુભાવોને આવતા અઠવાડિયે એક મંચ પર લાવશે.

રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2019ની આગેવાની વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં થશે. આ સમિટ દેશના સૌથી મોટા મીડિયા નેટવર્કની ઓળખ સમાન સમિટ છે.આ વર્ષે આ સમિટ એવા સમયે યોજાઈ રહી છે જ્યારે દેશ પુલવામામાં થયેલા આતંકી હુમલાના પડછાયામાં છે. દેશમાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તેથી જ આ સમિટની થીમ ‘Beyond Politics: Defining National Priorities’ રાખવામાં આવી છે.

આ સમિટમાં રાજકારણ, વ્યાપાર અને કલા-સંસ્કૃતિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ટોચના લોકોને એક મંચ પર લાવીશું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી લઈને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, અને કમલનાથ સુધી. ફિલ્મ અભિનેત્રી દિપીકા પાદુકોણ, અભિનેતા કમલ હસનથી લઈને આધ્યાત્મિક ગુરૂ સધગુરૂ જગ્ગી વાસુદેવ સુધી. આશરે 2 ડઝન જેટલા મહાનુભાવો દિલ્હીમાં આગામી 25 અને 26 ફેબ્રુઆરીના રોજ આ સમિટમાં મંથન કરશે.

પ્રથમ દિવસે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિના મૂળમાંથી નવ યુગમાં પ્રગતિ સાધવાનો મંત્ર આધ્યાત્મિક ગુરૂ ઈશા ફાઉન્ડેશના સ્થાપક સધગુરૂ યોગ ગુરૂ રામદેવ સાથેની ચર્ચા દ્વારા પ્રસ્તુત કરશે. આ સત્રનું સંચાલન લબ્ધપ્રતિષ્ઠિત કવિ અને એડવર્ટાઇઝિંગ આઇકન પ્રસૂન જોષી કરશે.

બીજા સત્રમાં કેન્દ્રીય મંત્રીમંડળના કદાવર મંત્રી અને દેશના ટ્રાન્સપોર્ટ, શિપિંગ મંત્રી નીતિન ગડકરી, કાયદા અને પ્રસારણ મંત્રી રવિ શંકર પ્રસાદ, અને રેલ મંત્રી પિયૂશ ગોયલની ચર્ચા થશે. આ સત્રનો એજન્ડા 'India Ahoy: Growth and Gumption'રહેશે. આ પેનલ ડિસ્કનશમાં ઉચ્ચ પોલિસી મેકર્સ જોડાશે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગીઆદિત્યનાથ, કમલનાથનું ચર્ચા સત્ર યોજાશે.

પ્રથમ દિવસના જાજરમાન અતિથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. તેઓ નવા ભારતની વૈચારિક શિલાનો ન્યાસ આ સેશનમાં કરાવશે. ગત વર્ષે આ સમિટમાં વડા પ્રધાને રાઇઝિંગ ઇન્ડિયા માટેના તેમના વિચારો પ્રસ્તુત કર્યા હતા. આ વર્ષે તેઓ તાજેતરમા ઘટેલી ઘટનાના પરીપ્રેક્ષ્યમાં પોતાના વિચારો પ્રસ્તુત કરશે.
Loading...

બીજા દિવસે વિવિધ ક્ષેત્રના સિતારાઓ આ સમિટમાં ઉપસ્થિત થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 'મહાભારત' સત્રમાં દેશની વર્તમાન રાજકીય સ્થિતિનો ચિત્તાર વર્ણવશે, જ્યારે પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદ સિંઘ અને છત્તીસગઢના નવનિયુક્ત મુખ્ય મંત્રી ભુપેશ બધેલ, પુડ્ડુચેરીના મુખ્ય મંત્રી વી નારાયણ સ્વામી, મેઘાલયના મુખ્ય મંત્રી કોનાર્ડ સાંગમા, હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી જય રામ રમેશ ઠાકુર સ્વતંત્ર સત્રોમાં સળગતા મુદ્દાઓ પર મંતવ્યો પ્રસ્તુત કરશે.

દક્ષિણના સુપર સ્ટાર અને તમિલ રાજકારણી કમલ હસન તેમના રાજકારણ પ્રવેશ પર ચર્ચા કરશે, જ્યારે દિપિકા પાદુકોણ યુવા આદર્શ તરીકે પોતાની ગાથા વર્ણવશે.

બીજા દિવસના એક સત્રમાં કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાની, ઉત્તર પૂર્વમાં ભાજપની જીતના શિલ્પકાર અને સંગઠન મહામંત્રી રામ માધવ અને કોંગ્રેસના નેતા આરપીએન સિંઘ પોતાના વિચારોને વર્ણવશે.

આ સમિટમાં રમત જગતના આદર્શથી મંત્રીપદ સુધી પહોંચેલા કેન્દ્રીય યુવા-રમત ગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડ, અનિલ કુંબલે, મેરી કોમ, આતંકવાદના પડછાયામાં રમતના સંબંધો કેવી રીતે જાળવી રાખવા તેની ચર્ચા કરશે.

ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુ, મરાઠી રાજકારણી સુપ્રિયા સુળે, મલયાલમ અત્રિનેત્રી પદમપ્રિયા, લેખક, ફિલ્મકાર પરોમિતા વ્હોરા, લેખક અને ઉત્તમ વક્તા સંતોષ દેસાઈ #metoo અને જાત્તિયતાના નવા સમીકરણો પર ચર્ચા કરશે.

યુવા રાજકારણી અને TRS નેતા કે કવિથા, તેજસ્વી યાદવ, અનુરાગ ઠાકુર, ચિરાગ પાસાવાન કોંગ્રેસ નેતા દિવ્યા સ્પંદના,, આર.એલ.ડી. નેતા જયંત ચોધરી, ટીડીપી નેતા નારા લોકેશ રાજકારણમાં યુવા પેઢીના વિચારો અને તેમના રાજકીય અનુભવોની ચર્ચા કરશે. જ્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા, રાજસ્થાનના ઉપમુખ્ય મંત્રી સચિન પાયલટ, અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો દેશના રાજકીય સંગમ વિશે ચર્ચા કરશે.

રાઇઝિંગ ઇન્ડિયા 2019એ એવો મંચ સાબિત થશે જ્યાં દેશના ટોચના મહાનુભાવો નવા ભારતના વૈચારિક શિલ્પી તરીકે પોતાના અનુભવોનો નિચોડ દેશ સમક્ષ મૂકશે.
First published: February 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...